Face Of Nation, 03-09-2021: દક્ષિણ ભારતમાં કોરોના વાયરસ કોહરામ મચાવી રહ્યો છે. ભારતમાં અત્યારે સૌથી વધારે કેરળમાંથી જ સામે આવી રહ્યા છે. દક્ષિણ ભારતમાં વધતાં કોરોના વાયરસનાં કેસનાં કારણે ભારતમાં ત્રીજી લહેરને લઈને ટેન્શન સતત વધી રહ્યું છે ત્યારે કર્ણાટકથી એક ભયંકર સમાચાર સામે આવી રહ્યા છે.
34 students of Christian College of Nursing in Horamavu have tested positive for COVID since Aug 28. Most of them are asymptomatic. Primary and secondary contacts of these students are also being tested. Most students from Kerala,& some from West Bengal: Karnataka Health Minister pic.twitter.com/gmXgmVr2De
— ANI (@ANI) September 3, 2021
કર્ણાટકની એક નર્સિંગ કોલેજમાં એક સાથે 34 વિદ્યાથીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. 28 ઓગસ્ટ બાદથી અત્યાર સુધીમાં ક્રિશ્ચિયન કોલેજ ઓફ નર્સિંગમાંથી 34 વિદ્યાર્થીઓને કોરોના વાયરસ થયો છે. રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રીએ જે જાણકારી આપી છે તે અનુસાર મોટા ભાગનાં વિદ્યાર્થીઓને કોરોના વાયરસનાં લક્ષણો જણાઈ રહ્યા નથી. વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. મોટા ભાગનાં વિદ્યાર્થીઓ કેરળ અને પશ્ચિમ બંગાળથી છે.
ભારતમાં ઓગસ્ટ મહિનામાં કોરોના વાયરસની પરિસ્થિતિ પ્રમાણમાં સ્થિર રહી છે અને કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનમાં તેજી પણ લાવવામાં આવી છે. ગુજરાત જેવા રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા થયા છે પરંતુ દક્ષિણ ભારતમાં કોરોના વાયરસની રફતાર રોકાઈ જ નથી રહી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)