Home Uncategorized કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર

કોરોના રસીકરણમાં ભારતે ઈતિહાસ સર્જ્યો, 100 કરોડ ડોઝનો આંકડો કર્યો પાર

Face Of Nation, 21-10-2021: ભારતે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધી મેળવી છે. દેશમાં કુલ રસીકરણનો આંક 100 કરોડને પાર થઈ ગયો છે. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ અંતર્ગત રસીકરણ અભિયાન સાથે સંકળાયેલા ડોકટરો, નર્સો, સ્વચ્છતા કામદારો અને અન્ય લોકોને સન્માનિત કરવામાં આવશે. આ સાથે, રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ભાજપ દ્વારા લોકોને રસીકરણ કેન્દ્રમાં લાવવા અને ઘરે પાછા મુકવા માટે પીક એન્ડ ડ્રોપની સુવિધા પણ આપવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ કોઇમ્બતુરમાં હાજર રહેશે, જ્યારે સાંસદ અને પક્ષના મહાસચિવ દુષ્યંત કુમાર ગૌતમ લખનૌમાં હાજર રહેશે. અરુણ સિંહ કહે છે કે દેશમાં રસીકરણનો 100 કરોડનો આંકડો માત્ર પીએમ નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વને કારણે જ શક્ય બન્યો હતો.

આ અવસરે પીએમ મોદી દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલ પહોંચ્યા. પીએમ મોદીએ અહીં ફ્રન્ટ લાઈન વર્કર્સ સાથે મુલાકાત કરી. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) ડો. વીકે પોલે કોરોના રસીકરણના 100 કરોડના આંકડાને પાર કરવા બદલ ભારતના લોકો અને સ્વાસ્થ્ય કર્મીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે કોઈ પણ દેશ માટે 100 કરોડ ડોઝના આંકડા સુધી પહોંચવું તે ખુબ મોટી ઉપલબ્ધિ છે. ભારતે રસીકરણ કાર્યક્રમ શરૂ થયા બાદથી ફક્ત 9 મહિનામાં જ આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)