Face of Nation 10-02-2022 : ટીમ ઇન્ડીયાએ વેસ્ટ ઈંડિઝ સામેની 2જી વન ડે મેચમાં જીત મેળવતા શ્રેણીમાં પણ બઢત મેળવી લીધી છે. બુધવારે ગુજરાતનાં અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં શ્રેણીની બીજી વન ડેમાં ભારતે ૪૪ રનથી વિજય મેળવ્યો હતો. હવે ત્રીજી ઔપચારિક વન ડે ૧૧ ફેબુ્રઆરીએ અહીં જ રમાનાર છે. ઉલ્લેખનીય છે કે આ જીત સાથે ભારતે શ્રેણી પણ જીતી લીધી છે.
વેસ્ટ ઈંડિઝનો કેપ્ટન પોલાર્ડ અનફીટ જાહેર થતા તેના સ્થાને પૂરણ કેપ્ટન તરીખે મેદાનમાં ઉતર્યો હતો. વેસ્ટ ઈંડિઝે ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે સૂર્યકુમાર યાદવના ૮૩ બોલમાં પાંચ ચોગ્ગા સાથેના ૬૪ અને કે. એલ. રાહુલના ૪૮ બોલરમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૪૯ રનની મદદથી ૫૦ ઓવરોમાં ૯ વિકેટે ૨૩૭ રન નોંધાવ્યા હતા.
ભારતની મજબુત અનુભવી બેટિંગ લાઈન અપ જોતા આ સ્કોર પ્રભાવશાળી નહોતો. જો કે વેસ્ટ ઈંડિઝની ટીમ ભારતની ભૂમિ પર નબળી જણાય છે. તેઓ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાની ૯ ઓવરોમાં ૩ મેડન અને માત્ર ૧૨ રન આપી ઝડપેલ ચાર વિકેટને લીધે ૪૬ ઓવરોમાં ૧૯૩ રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ભારતની બોલિંગની રસપ્રદ વાત એ હતી કે છ બોલરોનો કેપ્ટન રોહિત શર્માએ ઉપયોગ કર્યો હતો અને તમામે વિકેટ ઝડપી હતી.
આમ તો વેસ્ટ ઈંડિઝે ૭૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દેતા તેઓનો પરાજય નિશ્ચિત જણાતો હતો. બુ્રક્સ ૪૪ અને હોસેને (૩૪) છઠ્ઠી વિકેટની ૪૦ રનની ભાગીદારી ૯.૧ ઓવરમાં નોંધાવી હતી. જો કે નવમી વિકેટની ઓડીન (૨૦ બોલમાં ૨૪) અને જોસેફ વચ્ચેની ભાગીદારી ૩૪ રન ૫.૨ ઓવરમાં ઉમેરતા મેચ રોમાંચક બની હતી. ૮ વિકેટે ૧૯૩નો સ્કોર હતો અને જીતવા માટે ૫.૫ ઓવરમાં ૪૪ રનની જરૃર હતી. ઓડીનને સુંદરે અને વિજયી વિકેટ તરીકે ક્રિષ્નાએ રોચને (૦) આઉટ કર્યો હતો. શાર્દુલ ઠાકુરે હોલ્ડર (૨) અને હોસેન (૩૪)ની કિંમતી વિકેટ ઝડપી હતી.
અગાઉ ભારત તરફથી પણ ખાસ સારી શરુઆત નહોતી થઈ અને ૪૩ રનમાં ૩ વિકેટ પડી ગઈ હતી. ટીમમાં ઈશાન કિશનના સ્થાને પરત ફરેલ કે. એલ. રાહુલને આશ્ચર્ય વચ્ચે ચોથા ક્રમે રમવા મોકલાયો હતો અને પંતનો ઓપનિંગમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા (૫), પંત (૧૮) એ કોહલી (૧૮) રને આઉટ થયા હતા. રાહુલ અનેયાદવે ચોથી વિકેટની ૧૭.૪ ઓવરોમાં ૯૧ રનની અને યાદવ તેમજ સુંદરે પાંચમી વિકેટની ૪૩ રનની ભાગીદારી કરી હતી. ભારતના બેટસમેનોનો દેખાવ સંતોષકારક ન કહેવાય. ૪ વિકેટે ૧૭૭ રનના સ્કોરથી ૯ વિકેટે ૨૩૭ રન જ નોંધાવી શક્યા. આખરી ૧૧.૧ ઓવરોમાં ૫૯ રન જ ઉમેર્યા હતા.
વેસ્ટ ઈંડિઝ તરફથી પણ અજમાયેલ તમામ છ બોલરોએ વિકેટ ઝડપી હતી. જોસેફ ૧૦ ઓવરમાં ૩૬ રન સાથે ઈકોનોમી બોલર રહ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).