Face Of Nation 13-03-2022 : બેંગ્લોરમાં રમાઈ રહેલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકા સામે 447 રનનો ટાર્ગેટ સેટ કર્યો છે. જેના જવાબમાં બીજા દિવસની રમતના અંત સુધી શ્રીલંકાનો સ્કોર 1 વિકેટના નુકસાને 28 રન છે. અત્યારે કેપ્ટન કરુણારત્ને અને કુસલ મેન્ડિસ ક્રીઝ પર છે. બેંગ્લોર ટેસ્ટમાં હજુ 3 દિવસની રમત બાકી છે અને ટીમ ઈન્ડિયા જીતથી 9 વિકેટ દૂર છે. વળી શ્રીલંકાને હજુ 419 રન જીતવા માટે કરવાના છે. ઉલ્લેખનીય છે કે આજે બીજા દિવસે બંને ટીમની 14 વિકેટ પડી.
રિષભ પંતે કપિલ દેવનો રેકોર્ડ તોડ્યો
રિષભ પંત ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ ફોર્મેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી નોંધવનારો ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકા વિરૂદ્ધ બીજી ઈનિંગમાં માત્ર 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી છે. આની સાથે જ પંતે કપિલ દેવનો 40 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી દીધો છે. કપિલ દેવે 1982માં પાકિસ્તાન વિરૂદ્ધ 30 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જોકે રેકોર્ડ બ્રેક ઈનિંગ રમ્યા પછી પંત 31 બોલમાં 50 રન કરી આઉટ થયો હતો.
મધમાખીના ઝૂંડના કારણે મેચ શરૂ થવામાં વિલંબ
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં મધમાખીનું ઝુંડ વચ્ચે આવી જતા ગેમ મોડી શરૂ થઈ હતી. આ દરમિયાન જસપ્રીત બુમરાહ જે એન્ડથી બોલિંગ કરવાનો હતો ત્યાંથી જ મધમાખીઓ ધસી આવી હતી. જેથી અમ્પાયર્સ અને ફિલ્ડર પિચ પાસે આવીને ઊભા રહી ગયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).