Face Of Nation 05-1-2023 : ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણીની બીજી મેચ આજે સાંજે 7 વાગ્યાથી પુણેમાં રમાશે. ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ જીતીને સીરીઝમાં 1-0થી આગળ છે. જો ભારત બીજી મેચ જીતશે તો શ્રીલંકા સામેની આ ચોથી દ્વિપક્ષીય સીરીઝ જીતશે. આ સાથે જ શ્રીલંકાની ટીમે મેચ જીતીને સીરીઝમાં 1-1થી બરાબરી કરવા માંગે છે. મુંબઈમાં રમાયેલી પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર જીતેશ શર્માને ફિલ્ડિંગ દરમિયાન ઈજાગ્રસ્ત સંજુ સેમસનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ચોથી સિરીઝ જીતવાની ભારત પાસે તક
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં એક કરતાં વધુ મેચોની 6 દ્વિપક્ષીય સિરીઝ રમાઈ છે. 4માં ભારત અને એકમાં શ્રીલંકાનો વિજય થયો હતો. એક સિરીઝ ડ્રો થઈ હતી. શ્રીલંકાની ટીમ અત્યાર સુધી ભારતને એક પણ સિરીઝમાં હરાવી શકી નથી. આવી સ્થિતિમાં એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાએ બાકીની બંને મેચ જીતીને ભારતમાં પ્રથમ T20 સિરીઝ જીતીને રેકોર્ડ બનાવી શકે છે.
શ્રીલંકાએ સતત 11 T20 હારી છે
શ્રીલંકાની ટીમ ભારતમાં ભારત સામે સતત 11 ટી20 મેચ હારી છે. આમાં અનિર્ણિત મેચોનો સમાવેશ થતો નથી. ટીમની છેલ્લી ટી-20 જીત ભારત સામે 2016માં મળી હતી. શ્રીલંકા માટે સારી વાત એ છે કે જીત પુણેમાં જ મળી હતી. આ મેદાન પર બંને વચ્ચે 2 T20 મેચ રમાઈ છે. એકમાં શ્રીલંકા અને બીજી ભારતે જીતી હતી. આ મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે ટી-20 પણ રમી છે. જેમાં અમારો વિજય થયો હતો. બંને દેશોની વચ્ચે એલરએલ 27 ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. 18માં ભારત અને 8માં શ્રીલંકાને જીત મળી છે. એક મેચ અનિર્ણિત રહી. ભારતમાં ટી-20 મેચોની વાત કરીએ તો બંને ટીમો 15 વખસ આમને-સામને થઈ. 12માં ભારત અને 2માં શ્રીલંકાને જીત મળી. એક મેચ અનિર્ણિત રહી હતી.
સંજુ સેમસન બીજી T20માં નહીં રમે
ભારતનો વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન બીજી T20માં નહીં રમે. સેમસન પ્રથમ મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. મેચ બાદ તેના પગમાં સોજો આવી ગયો હતો. બીજીતરફ સ્કેન રિપોર્ટ આવ્યા બાદ બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ટી20 સિરીઝ ન રમવાની સલાહ આપી હતી. પસંદગી સમિતિએ તેને સિરીઝમાંથી બહાર કરી દીધો હતો વિદર્ભના જીતેશ શર્માનો ટીમમાં સમાવેશ કરાયો છે. સેમસનની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ અથવા રાહુલ ત્રિપાઠીને તક મળી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).