Home Uncategorized ચીન-પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ હાઈલેવલની મિટિંગ કરશે

ચીન-પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય સેનાના ટોચના અધિકારીઓ હાઈલેવલની મિટિંગ કરશે

Face Of Nation, 21-10-2021: ચીન અને પાકિસ્તાન એ સાથે લાગેલી સીમાઓ ઉપર વધતી ગતિવિધિઓ વચ્ચે ભારતીય સેનાના ટોચના  અધિકારીઓ સોમવારે હાઈલેવલની મિટિંગ કરનારા છે. આ બેઠકમાં ચીન-પાકિસ્તાનની વધતી ગતિવિધિઓ સાથે મુકાબલો કરવાની રણનીતિ ઉપર ચર્ચા કરવામાં આવશે. કેટલાક સમયમાં પાકિસ્તાન તરફથી વાસ્તવિક નિયંત્રણ રેકા ઉપર સિઝફાયર ઉલ્લંઘન કરવાનો મામલો સામે આવ્યો છે. સાથે જ પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ચીન તરફથી પૂર્વી સીમાઓ ઉપર સૈનિકોની તૈનાતી ચાલું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોનો હવાલો આપતા સમાચાર આપ્યા છે કે આર્મી કમાન્રની બેઠકમાં ચીનની સાથે અેલી સીમાના હાલત અને પશ્વિમી સીમા ઉપર આતંકીઓના સમર્થમાં પાકિસ્તાની કાર્યવાહી ઉપર ચર્ચા કરવામાં આવી શકે છે. આ બેઠકમાં પંજાબ અને તેનાથી લાગેલા વિસ્તારોમાં પાક આર્મી આઈએસઆઈની ગતિવિધિઓ ઉપર ચર્ચા થઈ શકે છે.

ભારતે સીમા ઉપર મોટી સંખ્યામાં સૈનિક તૈનાત કર્યા હતા. જૂન 2020માં ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું. આ ક્રમમાં અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાએ પોતાની પહેલી એવિએશન બ્રિગે સ્થાપિત કરી દીધી છે.

આ એવિએશન બ્રિગેડનું કામ માત્ર ફોરવર્ડ બેસ ઉપર સૈન્ય સાજોસામાન પહોંચાડડવા અને બચાવ કાર્ય સુતી સીમિત નથી પરંતુ બ્રિગેડ વાસ્તવિક નિયંત્ર રેખાના એર સ્પેસની દેખરેખ પણ રાખે છે. સાથે જ ચીનના એરસ્પેશ ઉપર પણ નજર રાખે છે.

આ ઉપરાંત સેનાએ ચીનને અડીને આવેલી વાસ્તવિક નિયંત્ર રેખાના અગ્રિમ વિસ્તારમાં બોફોર્સ તોપો પણ તૈનાત કરી દીધી છે. વાસ્તવિક નિયંત્ર રેખા ઉપર ચીન સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભારતે મોટું પગલું ઉઠાવ્યું હતું.

જો પાકિસ્તાની સીમા તરફ જોઈએ તો ગત સમયે અહીં ફ્રંટ ઉપર ગતિવિધિઓ તેજ થઈ છે. કાશ્મીરમાં સતત ચાલું ટાર્ગેટ કિલિંગના પાછળ પણ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોના હાથમાં થવાની વાત સામે આવી છે. કહેવામાં આવ્યું છે કે આતંકી સંગઠન કાશ્મીરમાં પોતાના ફ્રંટલ સંગઠનો થકી ટાર્ગેટ કિલિંગ કરાવી રહ્યા છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)