Face Of Nation 07-04-2022 : રશિયા અને યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આજે એક મહત્વનું મતદાન થવાનું છે અને દર વખતની જેમ આ વખતે ભારત ગુલ્લી મારી શકે તેવી સ્થિતિમાં નથી. ભારત રશિયા-યુક્રેન મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં શ્રેણીબદ્ધ પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં ભારત માટે આજનો દિવસ અગ્નિપરીક્ષા સમાન છે. અમેરિકા રશિયાને 47 સભ્યોની સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાંથી હાંકી કાઢવાનો સંકલ્પ લઈને આવી રહ્યું છે. અમેરિકાના આ પ્રસ્તાવ પર આજે મતદાન થવાનું છે.
ભારત વોટિંગથી દૂર રહેશે તો રશિયા માનશે દુશ્મન
જો ભારત વોટિંગમાં ભાગ નહીં લે તો રશિયા તેને પોતાનો વિરોધી માનશે. કારણ કે રશિયા પહેલા જ કહી ચૂક્યું છે કે જે લોકો આ મતથી દૂર રહેશે તેમને રશિયન વિરોધી માનવામાં આવશે. બીજી તરફ અગાઉ રશિયા સામે લાવવામાં આવેલા ઠરાવો અંગે ભારતનું વલણ યોગ્ય હતું અને તેણે મતદાનમાં ભાગ લીધો ન હતો. પરંતુ આ વખતે વાત તદ્દન અલગ છે. જો આ પ્રસ્તાવ પરનો મત પાછો ખેંચી લેવામાં આવે તો તેનો ફાયદો પશ્ચિમી દેશોને થશે. એટલા માટે રશિયા પહેલા જ કહી ચૂક્યું છે કે જે પણ દેશ મતદાનથી હટશે તેને રશિયા વિરોધી માનવામાં આવશે.
રશિયાને હાંકી કાઢવા માટે લાવી રહ્યું છે પ્રસ્તાવ
યુક્રેનના બુચામાં રશિયાએ જે નરસંહાર સર્જ્યો તેને કારણે આખી દુનિયા ખળભળી ઉઠી છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ પણ આકરા પાણીએ આવ્યું છે. અમેરિકા રશિયાને યુએનમાંથી હાંકી કાઢવા માટે એક પ્રસ્તાવ લાવી રહ્યું છે જેના મુદ્દે આજે વોટિંગ થવાનું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).