Home Sports ICC T20 વર્લ્ડ કપ: BCCI એ ટીમ ઈન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીને આપી...

ICC T20 વર્લ્ડ કપ: BCCI એ ટીમ ઈન્ડિયામાં મહેન્દ્ર સિંહ ધોનીને આપી મોટી જવાબદારી

Face Of Nation, 09-09-2021: UAEમાં રમાનાર આઈસીસી ટી20 વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ  એ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ને મોટી જવાબદારી સોંપી છે. ધોનીને વિશ્વકપ માટે ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. ધોની હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે મળીને કામ કરશે. ભારતે આજે વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. તેનીm સાથે બીસીસીઆઈએ ધોનીને મેન્ટોર બનાવવાની પણ જાહેરાત કરી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પાછલા વર્ષે નિવૃતિની જાહેરાત કરી હતી. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વકપ, ટી20 વિશ્વકપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુકી છે. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. હ વે ટી20 વિશ્વકપમાં ધોનીના અનુભવનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળવાનો છે. ધોની અને કોહલીની જોડીએ ભારતને શાનદાર સફળતા અપાવી હતી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી20 વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)