Home Uncategorized દેશ ઉજવી રહ્યો છે આઝાદીનો જશ્ન, PM મોદીએ આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

દેશ ઉજવી રહ્યો છે આઝાદીનો જશ્ન, PM મોદીએ આપી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

Face Of Nation, 15-08-2021:  આજે દેશ સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે અને આઝાદીના જશ્નમાં ડૂબી ગયો છે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે અને દેશને સંબોધિત કરશે. આજનો દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે લાલ કિલ્લા પર પ્રથમવાર પુષ્પવર્ષા થશે. સાથે દેશ આઝાદીની 75મી વર્ષગાંઠને આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે ઉજવી રહ્યો છે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદી ભારતની આઝાદીના 75માં વર્ષની ઉજવણી કરવા માટે માર્ચ 2021માં અમદાવાદના સાબરમતી આશ્રમથી આઝાદીનો અમૃત મહોત્વસ કાર્યક્રમની શરૂઆત કરી હતી, જે 15 ઓગસ્ટ 2023 સુધી જારી રહેશે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર ફૂલ ચઢાવશે અને ત્યારબાદ લાલ કિલ્લા માટે રવાના થશે. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આશરે 7.30 કલાકે તિરંગો ફરકાવશે. આ તકે ટોક્યો ઓલિમ્પિકમાં સામેલ થયેલા ખેલાડી પણ હાજર રહેશે. જશ્ન-એ-આઝાદીના તમામ અપડેટ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો..

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસની આપી શુભેચ્છા

– લાલ કિલ્લા પર પહોંચ્યા ભારતીય ઓલિમ્પિક ખેલાડી
75માં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમમાં સામેલ થવા માટે ભારતીય ઓલિમ્પિક ખેલાડી લાલ કિલ્લા પર પહોંચી ગયા છે.

લાલ કિલ્લા પર રવાના થતાં પહેલા ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપડાએ કહ્યુ કે, અમે પહેલા ટીવી પર ધ્વજારોહણ જોયું છે, અમે અમને ત્યાં હાજર રહેવા મળશે. આ અમારા માટે નવો અનુભવ છે.

– લાલ કિલ્લા પર તૈયારીઓ

આ વર્ષે પ્રથમ વખત પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ભારતીય વાયુસેનાના બે Mi 17 1V હેલિકોપ્ટર સ્થળ પર ફૂલો વરસાવશે. પ્રથમ હેલિકોપ્ટરનું નેતૃત્વ વિંગ કમાન્ડર બલદેવ સિંહ બિષ્ટ કરશે, જ્યારે બીજા હેલિકોપ્ટરની આગેવાની વિંગ કમાન્ડર નિખિલ મહેરોત્રા કરશે. આ ફૂલ વર્ષા બાદ પ્રધાનમંત્રી રાષ્ટ્રને સંબોધન કરશે.

– મંત્રાલયના જણાવ્યા અનુસાર, નેશનલ કેડેટ કોર્પ્સના કેડેટ્સ પ્રધાનમંત્રીના ભાષણના સમાપન સમયે રાષ્ટ્રગીત ગાશે. રાષ્ટ્રીય ઉમંગના આ ઉત્સવમાં વિવિધ શાળાઓના 500 એનસીસી કેડેટ્સ (આર્મી, નેવી અને એરફોર્સ) ભાગ લેશે. પ્રધાનમંત્રીએ ભારતની આઝાદીના 75 માં વર્ષની ઉજવણી માટે માર્ચ 2021 માં ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ શરૂ કર્યો હતો. આ સમારોહ 15 ઓગસ્ટ, 2023 સુધી ચાલુ રહેશે.

– ભાલા ફેંક સ્પર્ધામાં ભારતને પ્રથમવાર ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી અને સેનામાં સૂબેદાર નીરજ ચોપડા સહિત ઓલિમ્પિકના 32 વિજેતા ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેમની સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના બે અધિકારીઓને સમારોહમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 240 ઓલિમ્પિયન, સહયોગી સ્ટા અને સાઈ તથા ખેલ મહાસંઘના અધિકારીઓ પણ પ્રાચીરની સામે જ્ઞાન પથની શોભા વધારવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતે કુલ સાત મેડલ જીતી અત્યાર સુધી ઓલિમ્પિકમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તો કોવિડ સામે લડનારા કોરોના યોદ્ધાઓના સન્માનમાં લાલ કિલ્લાની પ્રાચીરની દક્ષિણ તરફ એક અલગ બ્લોકનું નિર્માણ કરવામાં આવ્યું છે.

– ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી લાલ કિલ્લાની પ્રાચીર માટે રવાના થશે, જ્યાં તેમનું સ્વાગત રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, થલ સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણે, નૌસેનાધ્યક્ષ એડમિરલ કરમબીર સિંહ અને વાયુ સેના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ ભદૌરિયા કરશે. દિલ્હી ક્ષેત્રના જીઓસી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રધાનમંત્રીને પ્રાચીર સ્થિત મંચ પર લઈ જશે.

– ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને રાષ્ટ્રીય સલામી આપવામાં આવશે. નૌસેના બેન્ડ, જેમાં 16 લોકો સામેલ થશે. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને રાષ્ટ્રીય સલામી દરમિયાન રાષ્ટ્રગાન વાગશે. બેન્ડનું સંચાલન એમસીપીઓ વિન્સેન્ટ જોનસન તરફથી કરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)