Home News PM મોદીએ મન કી બાતમાં કહ્યું કાચ જેવી સાફ છે ભારતની આ...

PM મોદીએ મન કી બાતમાં કહ્યું કાચ જેવી સાફ છે ભારતની આ અતિ સુંદર નદી

Face of Nation 28-11-2021પ્રધાનમંત્રી મોદીએ આજે મનકી બાતમાં વિવિધ મુદ્દાઓ પર વાત કરી. જેમાં ખાસ કરીને પ્રધાનમંત્રી મોદીએ ભારતની એક નદીના ખુબ જ વખાણ કર્યાં. અને એ નદીનું નામ છે, મેઘાયલમાં આવેલી ઉમનગોત નદી. આ નદીનું પાણી એટલું સ્વચ્છ છેકે, તેમાં તમે તમારું પ્રતિબિંબ પણ જોઈ શકો છો. આ નદીની વાત કરીને પીએમ મોદીએ આજે તેના ખુબ જ વખાણ કર્યા હતા. કાચ જેવી સાફ છે આ ભારતની અતિ સુંદર નદી, નદીનું પાણી એટલું સ્વચ્છ કે પોતાનું પ્રતિબિંબ જોઈ શકો. આ તસવીરો બાલી કે થાયલેન્ડ નહીં, આ છે ભારતની સૌથી સાફ નદી, ફોટા જોઈ મંત્રમુગ્ધ થઈ જશો.

આજના સમયમાં દુનિયાની મોટાભાગની નદીઓ પ્રદૂષિત જોવા મળી રહી છે. ખાસ કરીને ભારતની નદીઓની હાલત બહુ ખરાબ છે. જો કે આપણા ભારતમાં છે એક ખુબ જ સ્વચ્છ પાણી ધરાવતી નદી. મેઘાલયમાં આવેલી ઉમનગોત નદીને સાફ નદીનું ટેગ આપવામાં આવ્યું છે. નદી એટલી સાફ છે કે હોળી પર સવાર થતાં એવું લાગે કે કાચ પર હોળી ચાલી રહી છે.

મેઘાલયમાં આવેલી ઉમનગોત નદી ભારતની એકદમ સાફ અને સ્વચ્છ નદી છે. આ નદીમાં રહેલું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લીયર છે. આ નદી ડૌકીના નામે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓએ શેર કરેલી તસ્વીરથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ. જેમાં લોકો તો પહેલા આ નદી બાલી અથવા થાયલેન્ડની હોવાનું જણાવી રહ્યાં હતા. જો કે તસ્વીર શેર કરનારે જણાવ્યું કે આ નદી ભારતના મેઘાલયમાં આવેલી ડૌકી નદી છે. આ નદી ભારત-બાંગ્લાદેશ બોર્ડર પાસે આવેલા એશિયાના સૌથી સ્વચ્છ મોયલનનોંગ ગામથી પસાર થાય છે. આ નદી બાંગ્લાદેશમાં વહેતા પહેલા જ્યન્તિયા અને ખાસી હિલ્સ વચ્ચેથી પસાર થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).