Home News સામાન્ય જનતાને વઘુ એક ફટકો!પેટ્રોલ ડિઝલ બાદ હવે CNG માં આટલા રૂપિયાનો...

સામાન્ય જનતાને વઘુ એક ફટકો!પેટ્રોલ ડિઝલ બાદ હવે CNG માં આટલા રૂપિયાનો ભાવ વધારો કરાયો

Face Of Nation, 02-10-2021: પેટ્રોલ ડિઝલ બાદ હવે CNGમાં ભાવ વધારો ઝીંકાયો છે. CNG ગેસમાં 2.56 રુપિયાનો વધારો થયો છે. CNG ગેસનો જૂનો ભાવ 56.30 રુપિયા હતો, જ્યારે નવો ભાવ  58:86 રુપિયા છે. રૂ. 2.56નો ભાવ વધારો આજથી લાગુ કરાયો છે.

પેટ્રોલ ડિઝલમાં સતત ત્રીજા દિવસે ભાવ વધારો થયાવત રહ્યો છે. પેટ્રોલમાં આજે પણ પ્રતિ લિટરે 24 પૈસાનો વધારો થયો છે. તો ડીઝલમાં પણ આજે પ્રતિ લિટરે 33 પૈસાનો વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે રાજ્યના આઠ મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના પ્રતિ લિટરે ભાવ 100 રૂપિયા નજીક પહોંચી ગયા છે. તો દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત હવે ઓલટાઈમ હાઈ સપાટી પર પહોંચી ગઈ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)