Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસ અને મોતના આંકડા જાણવા અહીં...

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ કેસ અને મોતના આંકડા જાણવા અહીં ક્લિક કરો

Face Of Nation, 07-09-2021:ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોના કાબુમાં આવ્યો તેમ લાગે છે. આ પહેલા રોજના 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 31,222 નવા કોરોના કેસ આવ્યા અને 290 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 42,292 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 11,070 એક્ટિવ કેસ ઘટ્યા છે. રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 19,688 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 135 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 63 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે, જયારે 46 ટકા મોત પણ માત્ર કેરળમાં જ થયા છે. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 30 લાખ 58 હજાર 843
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 22 લાખ 24 હજાર 937
કુલ એક્ટિવ કેસઃ 9 લાખ 92 હજાર 864
કુલ મોતઃ 4 લાખ 41 હજાર 042

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)