Face Of Nation, 17-09-2021: દેશમાં કોરોના સંક્રમણનાં કેસો વિશે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, હવે કેરળમાં કોરોના સંક્રમણનાં કેસોco ઘટવા લાગ્યા છે. જો કે હાલમાં, કેરળમાંથી 68 ટકા કેસ બહાર આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, હાલમાં કેરળમાં કોરોનાનાં 1.99 લાખથી વધુ એક્ટિવ કેસ છે.વળી, મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર જેવા 5 રાજ્યોમાં કોરોનાનાં 10,000 થી વધુ સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 34,403 નવા કેસ નોંધાયા છે અને 320 લોકોનાં મોત થયા છે. રિકવરી રેટની વાત કરીએ તો તે 97.65% છે. છેલ્લા 24 કલાકમાં 37,950 લોકો કોરોનાથી ઠીક થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,25,98,424 લોકો કોરોનાથી ઠીક થયા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.97% છે જે છેલ્લા 84 દિવસથી 3 ટકાથી નીચે છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.25% છે જે છેલ્લા 18 દિવસથી 3 ટકાથી નીચે છે. 24 કલાકમાં 63,97,972 રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં, કુલ 77.24 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આ પરિસ્થિતિઓમાં પહોંચવા માટે કેરળ પણ જવાબદાર છે જ્યાં કોરોનાનો દૈનિક આંક 20 હજારથી ઉપર રહે છે.
વળી, અત્યાર સુધીમાં કુલ 3,25,98,424 લોકો કોરોનાથી ઠીક થયા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.97% છે જે છેલ્લા 84 દિવસથી 3 ટકાથી નીચે છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.25% છે જે છેલ્લા 18 દિવસથી 3 ટકાથી નીચે છે. 24 કલાકમાં 63,97,972 રસીકરણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં, કુલ 77.24 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આ પરિસ્થિતિઓમાં પહોંચવા માટે કેરળ પણ જવાબદાર છે જ્યાં કોરોનાનો દૈનિક આંક 20 હજારથી ઉપર રહે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)