Home News દેશમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાતા...

દેશમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાતા વધી ચિંતા

Face Of Nation, 09-09-2021: ભારતમાં પાછલા બે-ત્રણ દિવસથી કોરોનાના 40 હજારથી ઓછા કેસ નોંધાતા હતા. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે 42,263 નવા કેસ નોંધાયા છે અને 338 લોકોના મોત થયા છે. જ્યારે 40,567 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. બુધવારે 37,875 નવા કેસ નોંધાયા હતા અને 369 લોકોના મોત થયા હતા. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 30,196 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 181 લોકોના કોરોનાથી મોત થયા છે અને 27,579 લોકો કોરોના મુક્ત થયા છે. કેરળમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2,39,480 છે. જ્યારે કુલ 40,21,456 લોકો કોરોનાથી ઠીક થયા છે. કુલ મૃત્યુ આંક 22,001 છે. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 31 લાખ 39 હજાર 981
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 23 લાખ 4 હજાર 618
કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 93 હજાર 614
કુલ મોતઃ 4 લાખ 41 હજાર 749

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)