Home News દેશમાં 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખની અંદર થયા..

દેશમાં 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને ત્રણ લાખની અંદર થયા..

Antibodies attacking a coronavirus particle, illustration.

Face Of Nation, 27-09-2021:  સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 26,041 નવા કેસ અને 276 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 29,631 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 15,951 નવા કેસ નોંધાયા હતા અને 165 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં કોરોનાની શું છે સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 36 લાખ 78 હજાર 786
કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 29 લાખ 31 હજાર 972
કુલ એક્ટિવ કેસઃ 2 લાખ 99 હજાર 920
કુલ મોતઃ 4 લાખ 47 હજાર 194
દેશમાં કેટલા લોકોને અપાઈ રસી

દેશમાં અત્યાર સુધીમાં 86,01,59,011 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 38,18,362 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)