Face Of Nation 18-04-2022 : દેશમાં એક વાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 2,183 કેસ નોંધાયા હતા. જે શનિવારની સરખામણીએ 89.8% વધારે છે. શનિવારે 1,150 કેસ નોંધાયા હતા. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 214 લોકોના મોત નોંધાયા છે. જ્યારે એક મોત ઉત્તરપ્રદેશમાં નોંધાયું છે. તો બીજીતરફ જાન્યુઆરીમાં આવેલી ત્રીજી લહેર પછી સતત 11 સપ્તાહથી કેસ ઘટી રહ્યા હતા. પરંતુ છેલ્લા સાત દિવસથી (11મીથી 17 એપ્રિલમાં) કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે. જોકે આ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધી રહ્યા છે.
દેશમાં અંદાજે 6,610 કોરોના કેસ નોંધાયા
રવિવારે પૂરા થતાં સપ્તાહમાં દેશમાં અંદાજે 6,610 કોરોના કેસ નોંધાયા છે. તેના ગયા સપ્તાહે દેશમાં 4,900 કેસ મળ્યા હતા. કોરોનાથી થતાં મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં માત્ર 27 લોકોના કોરોના સંક્રમણમાં મોત થયા છે. અહીં 23થી 29 માર્ચ, 2020ના સપ્તાહ પછી એક પણ સપ્તાહમાં સૌથી ઓછા મોત થયા છે. આ પહેલાં ગયા સપ્તાહમાં 54 મોત નોંધાયા છે.
દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધ્યા કેસ
દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં છેલ્લાં 7 દિવસથી કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લાં સપ્તાહમાં દિલ્હીમાં અત્યાર સુધી 2,307 કેસ નોંધાયા છે. તેના ગયા સપ્તાહે દિલ્હીમાં 943 કેસ મળ્યા હતા. એક જ સપ્તાહમાં દિલ્હીમાં 145% કેસ વધ્યા છે.
11 એપ્રિલથી 17 તારીખનું (7 દિવસનું અંતર) કેસનો સંખ્યા
તારીખ 11મી એપ્રિલ – 796, 12મી – 1088, 13મી-1007, 14મી-949, 15મી-975, 16મી-1150, 17મી-2183 (સીધા ડબલ) કેસ નોંધાયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).