Face Of Nation, 24-09-2021: દેશના મોટા ભાગના રાજ્યોમાં સતત કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. જો કે, કોરોનાનો ખતરો ઓછો થયો નથી. તેને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે તહેવારી સિઝનને ધ્યાનમાં રાખીને કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આગામી બે મહિનાની અંદર લોકોએ આ પ્રકારની સાવધાની રાખવાની રહેશે.
આ ગાઈડલાઈનમાં કેટલાય સ્થાનો પર સાર્વજનિક સભા કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતમાં હજૂ પણ કોરોનાની બીજી લહેરનો ખતરો ઓછો થયો નથી. અમુક રાજ્યોમાં સંક્રમણ ઝડપથી વધી પણ રહ્યુ છે. તેમણે કહ્યુ કે, જે રાજ્યોમાં પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી રહી છે, ત્યાં પણ સંક્રમણને લઈને ચેતવણી આપવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ઘણા તહેવારો આવે છે. આવી સ્થિતિમાં, દેશભરના લોકો તેમના ઘરે જાય છે. ઘણી ખરીદી પણ કરે છે. આવી સ્થિતિમાં કેન્દ્રએ કોરોનાને લઈને સતર્ક રહેવાની સલાહ આપી છે અને કેટલાક નવા નિયમો જારી કર્યા છે. આરોગ્ય સચિવે કહ્યું કે 21 સપ્ટેમ્બર, 2021 ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક નવી SOP જારી કરવામાં આવી છે. આરોગ્ય સચિવના જણાવ્યા મુજબ, કન્ટેનમેન્ટ ઝોન તરીકે ચિહ્નિત વિસ્તારોમાં અને કોરોના ચેપ દર 5 ટકાથી વધુ હોય તેવા વિસ્તારોમાં સામૂહિક મેળાવડા ટાળવા પડશે. કોરોનાની નવી માર્ગદર્શિકામાં એવું કહેવામાં આવ્યું છે કે જે વિસ્તારોમાં ચેપનો દર 5 ટકાથી ઓછો હશે ત્યાં કાર્યક્રમનું આયોજન કરતા પહેલા આગોતરી પરવાનગી લેવી જરૂરી રહેશે.
કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું કે, આગામી બે મહિના માટે સાપ્તાહિક કેસ પોઝિટિવિટી રેટના આધારે વિસ્તારોમાં છૂટછાટ અને પ્રતિબંધો લાદવામાં આવશે. નોંધપાત્ર રીતે, આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં, સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની ગતિ ઝડપથી વધી હતી. આ સમય દરમિયાન લોકોને હોસ્પિટલો અને ઓક્સિજન માટે ઘરે ઘરે ભટકવું પડ્યું હતું. મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 ના ચેપને રોકવા માટે ફરી એકવાર કડક લોકડાઉન લાદવું પડ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)