Face Of Nation, 07-10-2021: દેશમાં જીવલેણ કોરોના વાયરસના મામલા ફરીથી 20 હજારને પાર થયા છે. ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ અને 318 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,44,198 પર પહોંચી છે. જ્યારે રિકવરી રેટ 97.93 ટકા થયો છે.
દેશમાં અત્યાર સુધીમાં 92,63,68,608 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 43,09,525 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના બધા જ પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો હોય તેમાં સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, દાદરા અને નગર હવેલી, લદાખ અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
India reports 22,431 fresh COVID-19 cases, 24,602 recoveries, and 318 deaths in the last 24 hours
Active cases: 2,44,198
Total recoveries: 3,32,00,258
Death toll: 4,49,856
Total cases: 3,38,94,312Vaccination: 92,63,68,608 (43,09,525 in last 24 hours) pic.twitter.com/5jJXWBK33O
— ANI (@ANI) October 7, 2021
તહેવારની સિઝનમાં આપણે વધુ સાવધાન અન સતર્ક રહેવું પડશે. આવતા 6થી8 સપ્તાહમાં સાવધાની રાખવામાં આવે તો તો કેસમાં ઘટાડો થઇ શકે છે. આવનાર નવરાત્રિ, દશેરા, દિવાળી ક્રિસમસના કારણે બજારમાં ભીડ થઇ શકે છે. જે વાયરસના ફેલાવાને વેગ આપી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)