Home News ધોની બાદ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પણ બનશે બાયોપિક

ધોની બાદ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પણ બનશે બાયોપિક

Face Of Nation, 09-09-2021: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક હીટ પૂરવાર થઈ હતી.લોકોએ આ ફિલ્મને પસંદ કરી હતી.

હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને હાલમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની પણ બાયોપિક બનવા જઈ રહી છે.ફિલ્મની જાહેરાત કરી દેવામાં આવી છે.નિર્માતા લવ રંજને કહ્યુ હતુ કે, સૌરવ ગાંગુલીની બાયોપિકની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે.

સૌરવ ગાંગુલી ભારતીય ટીમના લોકપ્રિય કેપ્ટન પૈકીના એક છે ત્યારે સૌરવનો રોલ કયો અભિનેતા કરશે તે જોવુ રસપ્રદ હશે.

લવ રંજન અગાઉ સોનુ કે ટીટૂ કી સ્વીટી, દે દે પ્યાર દે, મલંગ જેવી સફળ ફિલ્મો બનાવી ચુકયા છે.હવે તેઓ સૌરવ ગાંગુલીના બાયોપિકને પણ પ્રોડ્યુસ કરી રહ્યા હોવાથી ક્રિકેટ ચાહકોને મોટા પરદા પર આ ફિલ્મ રિલિઝ ક્યારે થાય છે તે જાણવાની ઉત્સુકતા પણ રહેશે.  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)