Home News ફેસબુક, વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ ડાઉન, યૂઝર્સને આવી રહી છે મુશ્કેલી

ફેસબુક, વોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ ડાઉન, યૂઝર્સને આવી રહી છે મુશ્કેલી

Face Of Nation, 04-10-2021: સોશિયલ મીડિયા સાઇટ્સ વોટ્સએપ  ફેસબુક અને ઇંસ્ટાગ્રામ દ્વારા તેની ફરિયાદ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ફેસબુક અને ઇંસ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. બીજી તરફ ફેસબુક વેબસાઇટ પર એક સંદેશો લખેલો આવી રહ્યો છે કે સોરી, કાંઇક ગરબડ છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ અને અમે તેને જલ્દી દુરસ્ત કરી લઇશું.

યૂઝર્સ ટ્વિટર પર પોસ્ટ કરતા લખી રહ્યા છે કે પોપ્યુલર સોશિયલ નેટવર્કિંગ અને કમ્યુનિકેશન પ્લેટફોર્મ્સ તે ભારતીય સમય પ્રમાણે રાતે 9 વાગ્યાથી ઉપયોગ કરી શકતા નથી. વેબ સેવાઓને ટ્રેક કરનારી વેબસાઇટ ડાઉનડિરેક્ટર ડોટ કોમે પણ કહ્યું કે યૂઝર્સ ઘણી સંખ્યામાં ફરિયાદ કરી રહ્યા છે. પોર્ટલના મતે ફેસબુક અને ઇંસ્ટાગ્રામથી જોડાયેલી 20,000થી વધારે ફરિયાદ રિપોર્ટ થઇ છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા દિગ્ગજ ઇંસ્ટેંટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પણ 14,000થી વધારે ઉપયોગકર્તા માટે બંધ હતું. જ્યારે મેસેન્જર લગભગ 3000 ઉપયોગકર્તા માટે ડાઉન હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)