Home Uncategorized અમેરિકાની ભારતને ચેતવણી; ‘જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો એની મોટી...

અમેરિકાની ભારતને ચેતવણી; ‘જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો એની મોટી કિંમત ચૂકવવી પડશે’

Face Of Nation 07-04-2022 : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે, તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી છે. યુક્રેન પરના હુમલા બાબતે પણ ભારતના કેટલાક પ્રતિભાવોએ અમેરિકાને “નિરાશ” કર્યું છે. વ્હાઇટ હાઉસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર બ્રાયન ડીસે ક્રિશ્ચિયન સાયન્સ મોનિટરના આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આ વાત જણાવી હતી. તેમણે કહ્યું હતું કે “હુમલાના સંદર્ભમાં નિશ્ચિતપણે એવાં ઘણાં ક્ષેત્રો છે, જ્યાં અમે ચીન અને ભારત બંનેના નિર્ણયોથી નિરાશ થયા છીએ.”
રશિયા સાથે ભારતના સંબંધનાં ગંભીર પરિણામો આવશે
અમેરિકાએ ભારતને જણાવ્યું છે કે, મોસ્કો સાથે “વધુ સ્પષ્ટ વ્યૂહાત્મક જોડાણ”નું પરિણામ “નોંધપાત્ર અને લાંબા સમય સુધી રહેનારું” હશે. યુક્રેનમાં યુદ્ધ કરવા બદલ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા સામે તમામ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. જોકે ભારતે એનો ઇનકાર કર્યો છે અને એને બદલે રશિયા પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખવા માગે છે.
ભારત એશિયામાં અમેરિકાનું સૌથી મોટું ભાગીદાર છે
હુમલા અંગે નવી દિલ્હીની પ્રતિક્રિયા વોશિંગ્ટન સાથેના તેના સંબંધોને જટિલ બનાવી રહી છે, જ્યાં એશિયામાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભારતને મુખ્ય ભાગીદાર તરીકે માનવામાં આવે છે. ગયા અઠવાડિયે અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દિલીપ સિંહની ભારત મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથેની મુલાકાત બાદ બ્રાયન ડીસની આ ટિપ્પણીઓ સામે આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).