Face Of Nation, 12-09-2021: અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય અને સૌથી વધુ લીડથી જીત મેળવેલા ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. જો કે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ આનંદીબેન પટેલના વર્ચસ્વની ફરી એકવાર શરૂઆત થઈ છે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાંથી આવતા ભુપેન્દ્ર પટેલ આનંદી બહેન પટેલના અત્યંત વિશ્વાસુ માનવામાં આવે છે
ભુપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી બનતાની સાથે જ અમિતશાહ જૂથના વર્ચસ્વનો અંત આવ્યો છે તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી
ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા તેમના મતવિસ્તાર સહિત નવાવાડજમાં ફટાકડા ફૂટવાની સાથે મીઠાઈઓ વહેંચવાની શરૂઆત થઈ ચૂકી છે કેમ કે ભુપેન્દ્ર પટેલના મામા નવાવાડજના છે અને તેઓ વાડજના ભાણા થાય છે.
ગુજરાતના રાજકારણમાં બે દિવસથી મોટી ઉથલ પાથલ ચાલી રહી હતી. મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ હવે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ બનશે તેને લઇને અનેકવિધ અટકળો ચાલી રહી હતી. આ વચ્ચે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રીના નામની રેસમાં સૌથી આગળ નીતિન પટેલ ચાલી રહ્યાં છે. તેમજ મનસુખ માંડવિયા, ગોરધન ઝડફિયા, આર.સી.ફળદુ, પરસોતમ રૂપાલા સહિત પણ સીએમ પદની રેસમાં છે.
આ વચ્ચે ભાજપના તમામ ધારાસભ્યોને બપોરે ત્રણ વાગ્યે બેઠક માટે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગઈકાલે બપોરથી મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીના રાજીનામા બાદ કમલમ ખાતે પક્ષના વરિષ્ઠ નેતાઓની બેઠકોનો દોર ચાલ્યો હતો. બેઠકમાં પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ… પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા સહિત પક્ષના ટોચના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)