Home Uncategorized ગુજરાતના ૧૭ માં સી.એમ ભૂપેન્દ્ર પટેલએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM એ...

ગુજરાતના ૧૭ માં સી.એમ ભૂપેન્દ્ર પટેલએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM એ ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

Face Of Nation, 13-09-2021: ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ ને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલ  ના ખાસ છે.

ગુજરાત ના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. મીડિયાના આગમન બાદ નિતિન પટેલના ઘરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.

ત્યારે થોડીવાર CM ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનેથી નિતિન પટેલ ના ઘરે રવાના થશે. પદનામીત  મુખ્યમંત્રીના આગમન પહેલા CM સિક્યોરિટી નીતિન પટેલના ઘરે પહોચી ગઇ છે. ત્યારબાદ મેમનગર- ગુરુકુળ SGVP મંદિર, સાંઈ મંદિર, થલતેજ પણ જશે. ત્યાં બપોરે 12 વાગે એરપોર્ટ પર પહોંચશે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે મુલાકાત નિતિન પટેલે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેમણે કહ્યું કે તે લોકોના દિલમાં રહે છે. ભૂપેન્દ્રભાઇ મારા જૂના મિત્ર છે અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. જનતાના હદયમાં સ્થાન હોવું જરૂરી છે. પાર્ટીએ મને જવાબદારી આપી મોટો બનાવ્યો છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપનો કાર્યકર છું.

નિતિન પટેલ કહ્યું કે હું અટકળોની પરેશાન નથી. ભૂપેન્દ્રભાઇ અમારા પોતાના છે. તેમણે મને એક ધારાસભ્યના રૂપમાં પોતાની ઓફિસનું ઉદઘાટન કરવા બોલાવ્યા હતા. મને ફરક નથી પડતો કે લોકો શું કહે છે અને શું વિચારે છે.

ગુજરાત ના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે જામનગર જિલ્લામાં વરસાદ ને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને  તાત્કાલિક મદદ સહાય  પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)