Face Of Nation, 16-09-2021: રાજ્યમાં નવા મંત્રીમંડળમાં કોને કોને સ્થાન મળશે તે સ્પષ્ટ થઇ જશે. જણાવી દઇએ કે, આજે ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધિ થવાની છે. ત્યારે ધારાસભ્યોને ફોન કરીને મંત્રી બનવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ. ત્યારે હવે નવા મંત્રીમંડળમાં કેટલા કેબિનેટ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યુ છે તે અને અન્ય કયા ધારાસભ્યોને રાજ્યકક્ષાનાં મંત્રી બનાવવામાં આવશે તે થોડી ક્ષણોમાં સ્પષ્ટ થઇ જશે.
આપને જણાવી દઇએ કે, ગાંધીનગરમાં હાલમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનાં મંત્રીઓની શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે. આ માટે રાજભવનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની આ નવી ટીમનાં મંત્રીઓએ મંત્રીપદનાં શપથ લીધા છે. આ વચ્ચે ભૂપેન્દ્ર પટેલ સરકારની પહેલી કેબિનેટ 4.30 કલાકે મળશે તેવુ CMO દ્વારા જાહેરાત કરવામા આવી છે. નવા મંત્રીઓને આજે સાંજે જ ખાતાઓની ફાળવણી થઈ શકે છે.
જણાવી દઇએ કે, તમામ મંત્રીઓએ હિન્દૂ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતાને હાથમાં લઈને શપથવિધિ લઈ રહ્યા છે.
આ નેતાઓને મળ્યુ કેબિનેટમાં સ્થાન
જીતુ વાઘાણી, ભાવનગર
રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરા
પૂર્ણેશ મોદી, સુરત
રાઘવજી પટેલ
ઋષિકેશ પટેલ
કનુભાઈ દેસાઈ
કિરિટસિંહ રાણા
નરેશ પટેલ
પ્રદીપ પરમાર
આ નેતાઓને મળ્યો સ્વતંત્ર હવાલો (રાજ્યકંક્ષાનાં મંત્રી)
અર્જુનસિંહ ચોહાણ
હર્ષ સંઘવી
જગદીશ પંચાલ
બ્રિજેશ મેરજા
જીતુ ચૌધરી
મનીષા વકીલ
રાજ્યકક્ષાનાં મંત્રી
મુકેશ પટેલ
નિમિષા સુથાર
અરવિંદ રૈયાણી
કુબેર ડીંડોર
કીર્તિસિંહ વાઘેલા
ગજેન્દ્રસિંહ પરમાર
રાઘવજી મકવાણા
વિનોદ મોરડીયા
દેવા માલમ
ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ ગુજરાતનાં નવા મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે અને આજે એટેલે કે ગુરુવારે બપોરે ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળની શપથવિધીનો સમારોહ યોજાઇ રહ્યો છે. આ મંત્રીમંડળમાં કોણ કેબિનેટમાં અને કાણ રાજ્યકક્ષાનાં મંત્રી હશે તે હવે સ્પષ્ટ થઇ ગયુ છે. દુષ્યંત પટેલ અને જેવી કાકડિયાની આ નવા મંત્રીમંડળમાંથી બાદબાકી કરવામાં આવી છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)