Face Of Nation, 13-09-2021: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ જીલ્લાઓમાં મેઘમહેર યથાવત છે. એમાં પણ ખાસકરીને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કાલાવડ તાલુકામાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નદીઓ ગાંડીતૂર બની છે. તો આ તરફ રાજકોટમાં 24 કલાકમાં 6 ઇંચ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે. રાજકોટ શહેરમાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઇ છે.
જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. અનેક ગામોમાં ભારે વરસાદથી ચાર થી પાંચ ફૂટ જેટલા મકાનોમાં પાણી ભરાયા છે.
ત્યારે ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટ કરવાની વ્યવસ્થા કરવા જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરીને સૂચનાઓ આપી છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસેનો મોજ ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળીયા,નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 72.54 મીટર છે અને ડેમમાં 21,170 ક્યુસેક પાણીની આવક છે. તેમ, ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)