Home Crime ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં PSIના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા પી...

ગુજરાતના આ શહેરના આ વિસ્તારમાં PSIના ત્રાસથી કંટાળેલા યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત

Face Of Nation, 16-09-2021:  ગુજરાતના અમદાવાદના કાગડાપીઠની એક ઘટના સામે આવી છે જેણે વિસ્તારના લોકોને હચમચાવી નાખ્યા છે.કથિત રૂપે PSIના ત્રાસથી કંટાળેલા એક યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જણાવીએ કે, ગીતા મંદિર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ આપઘાત કર્યો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અને તપાસ કરતા તેમની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમા બિગ બજાર ચોકીના પી. એસ. આઈ ગોહિલ અને તેમની દુકાનના પડોશી જયેન્દ્ર નામના વ્યક્તિ પ્રેમજી ભાઈને વારંવાર માનસિક ત્રાસ આપતા હતા. જેના પરિણામે તેઓએ આપઘાત કર્યો હતો.

સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, જ્યેન્દ્ર અને નરેન્દ્ર દ્વારા અમારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી અવારનવાર ધમકીઓ આપતા હતા. PSI ગોહિલ અમારુ કંઈ સાંભળતાં નથી અને સામેવાળા પાસેથી રૂપિયા લઇ અને અમારા વિરુદ્ધ કેસ કર્યો હતો. PSI ગોહિલે અમારુ ન સાંભળી અને જ્યેન્દ્રનું સાંભળી અમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યેન્દ્ર મારા વિરુદ્ધ કાવતરું કરે છે અને મારી માર્જિનવાળી જગ્યા પડાવવા માટે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે. PSI ગોહિલે પણ કાવતરું રચ્યું છે અને અમને મરવા માટે મજબૂર કર્યા છે. આત્મહત્યા કરવા માટે તેઓ જવાબદાર છે.’ પરિવારે ચિઠ્ઠી પોલીસને સોંપી હતી.

અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલના ત્રાસથી એક યુવકે આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પાછી છે. જ્યારે બીજી બાજુ મૃતકના પરિવારજનોની માંગણી છે. આ અંગે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)