Face of Nation 08-12-2021: કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી હતી. પરંતુ હવે ધીમે ધીમે કેસ વધી રહ્યા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને બિલ્લી પગે ગુજરાતમાં પગપેસારો કરી દીધો છે. ગતકાલે સુરત કોર્પોરેશનમાંથી 7 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
સુરતના અડજાણ પાલમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલને બંધ કરવામાં આવી છે. ચાર દિવસ પહેલાં એક વિદ્યાર્થીની કોરોના આવી હતી, જે અંગે વાલીએ સ્કૂલમાં જાણકારી આપી ન હતી. વિદ્યાર્થીઓમાં કોરોના કેસ વધતાં આજે પાલિકા દ્રારા સ્કૂલ બંધ કરવા જણાવાયું છે. 7 દિવસ માટે સ્કૂલ બંધ રાખવા માટે પાલિકા હવે નોટીસ આપશે.
રિવર ડેલ શાળાની એક વિદ્યાર્થિની છેલ્લા કેટલાક દિવસથી શાળામાં ગેરહાજર હતી.તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સવારે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધોરણ-11 અને 12ના સાયન્સના વિદ્યાર્થીઓનું રેપિડ ટેસ્ટ અને RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર સફાળું જાગી ગયું છે. ત્રણ જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવતાં વિદ્યાર્થીઓ શિક્ષક બેડામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)