Face Of Nation, 05-11-2021: સુરતના હારા દરવાજા ખાતે ઝૂપડપટ્ટીમાં ફટાકડાથી આગ લાગવાનો બનાવ બન્યો હતો. દિવાળી ટાંણે 15 થી 20 ઝુંપડા સળગી ગયા હતા. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાથી
7 ગેટની ફાયરની ગાડી પહોંચી ગઈ હતી. હાલ ફટાકડો પડતા આગ લાગી હોવાનું તારણ છે. દિવાળીના તહેવાર પર ઝૂપડામાં રહેતા તમામ લોકોનો ઘરવખરીનો સમાન આગમાં બળીને ખાખ થઈ ગયો.
અમદાવાદમાં પણ દિવાળીના રાત્રે આગનો બનાવ બન્યો હતો. ઓઢવ નજીક જય કેમિકલ પાસે પ્લાસ્ટિકના ગોડાઈનમાં આગ લાગી હતી. પ્લાસ્ટિક હોવાથી જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી. આગના ધુમાડા ઊંચે સુધી ઉડ્યા હતા. જેથી ફાયરની 2 થી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી.
વડોદરાના પાદરાના નવાપુરા વિસ્તારમા આગનો બનાવ બન્યો હતો. એક મકાનના ઉપલા માળે આગ લાગી હતી. જેથી પાદરાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાને પગલે લોક ટોળાં જામ્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.
જામનગરમાં વેફરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જામનગર શહેરના પવન ચક્કી વિસ્તારની ઘટના આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી ફાયરની ટીમ દ્વારા 3 જેટલી ગાડી દ્વારા આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરાઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)