Face Of Nation 07-04-2022 : રશિયા પાસેથી તેલની માગ સિવાય ભારત રશિયા પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ્રહ કર્યો છે કે પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરવા માટે ભારતને રશિયન હથિયારોની જરૂર છે, જ્યારે તેના વિકલ્પો ઘણા ખર્ચાળ પણ છે. અમેરિકાએ ચેતવણી આપી હતી કે, રશિયા વિરુદ્ધ અમેરિકન પ્રતિબંધો ના માનનારા દેશોએ ખરાબ પરિણામો ભોગવવા પડશે. અમેરિકાના ઉપ-રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દિલીપ સિંહે તેમની ભારત મુલાકાત દરમિયાન એક મીડિયા બ્રીફિંગમાં કહ્યું હતું કે, કોઈપણ એ વાત પર વિશ્વાસ નહીં કરે કે ચીન LACનું ઉલ્લંઘન કરશે તો રશિયા ભારતની મદદ માટે દોડતું આવશે.
અમેરિકા-ગ્રૂપ 7 દેશ ભારત સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે
આ અઠવાડિયાની શરૂઆતમાં પ્રેસ-સેક્રેટરી જેન પસાકીએ જણાવ્યું હતું કે દિલીપે મુલાકાત દરમિયાન તેમના સમકક્ષોને સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રશિયા પાસેથી ઊર્જા અને અન્ય ચીજવસ્તુઓની આયાત વધારવામાં ભારતના હિતમાં માનતા નથી. આ અંગે ભારતના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.રશિયા પર નવા પ્રતિબંધો લાદવાના સંદર્ભમાં પત્રકારો સાથેની વાતચીતમાં એક અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે અમેરિકા અને ગ્રૂપ 7 દેશ ભારત સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે. ભારત અને અમેરિકા ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક ઊર્જા પર વ્યાપકપણે સહયોગ કરી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).