Home World કાશ્મીર મુદ્દે ભારતના સમર્થનમાં ફ્રાન્સ:ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય મામલે ત્રીજુ કોઇ દખલગીરી ન કરે

કાશ્મીર મુદ્દે ભારતના સમર્થનમાં ફ્રાન્સ:ભારત-પાકિસ્તાન દ્વિપક્ષીય મામલે ત્રીજુ કોઇ દખલગીરી ન કરે

French President Emmanuel Macron gestures next to Indian Prime Minister Narendra Modi after a joint statement at the Chateau of Chantilly, near Paris, France August 22, 2019. REUTERS/Pascal Rossignol/Pool - RC1399787310

Face Of Nation:કાશ્મીર મુદ્દે ફ્રાન્સ ખુલીને ભારતના સમર્થનમાં ઉતર્યુ છે. ફ્રાન્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતે કાશ્મીર પર જે નિર્ણય લીધો છે, તે તેની સંપ્રભુતાનો નિર્ણય છે અને ફ્રાન્સ આ મુદ્દે ભારતની સાથે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રોએ પીએમ મોદી સાથેની વાતચીત દરમિયાન આ વાત કહી હતી.હાલમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય જી-7 સમિટમાં ભાગ પહોંચ્યા છે. અહીં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યૂઅલ મેક્રો વચ્ચે દ્વીપક્ષીય વાતચીત થઇ હતી.

મેક્રોએ કાશ્મીર મુદ્દે વાતચીત દરમિયાન કહ્યું કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષીય મામલો છે, બન્ને દેશોએ સાથે મળીને તેને ઉકેલ લાવવો પડશે. ત્રીજો કોઇ દેશ આ મામલે દખલગીરી નહીં કરી શકે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા યુએનમાં પણ ફ્રાન્સે કાશ્મીર મુદ્દે ભારતનું સમર્થન કર્યુ હતું.નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની પડખે મોટા મોટા દેશો ઉભા છે. ઇમરાન ખાન દ્વારા કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઇ જવા છતાં ધોબી પછડાટ ખાવી પડી છે.