Home Uncategorized જમ્મુના બાંદીપોરામાં ગ્રેનેડ ફેંકતા બ્લાસ્ટ, દોડધામમાં 6 લોકો ઈજાગ્રસ્ત

જમ્મુના બાંદીપોરામાં ગ્રેનેડ ફેંકતા બ્લાસ્ટ, દોડધામમાં 6 લોકો ઈજાગ્રસ્ત

Face Of Nation, 26-10-2021: જમ્મુ-કાશ્મીરમાં ફરીથી એક વખત આતંકી હુમલો થયો છે. જેમાં અત્યાર સુધીમાં 6 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે. આતંકીઓએ બાંદીપોરાના ટેક્સી સ્ટેન્ડ નજીક ગ્રેનેડ ફેંક્યો હતો. જેમાં ટાર્ગેટ સેનાનો કાફલો ગણાવવામાં આવી રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યાં અનુસાર, આતંકીઓએ આ ગ્રેનેડ બાંદીપોરના સુંબલ પુલ ક્ષેત્રમાં ફેંક્યો હતો. જેમાં 6 સામાન્ય નાગરિકો ઘાયલ થયા છે.

કહ્યું કે જો શાંતિ હોય, સુરક્ષા હોય અને વિકાસ માટે નક્કી કરી લીધુ હોય તો શું થઈ શકે તે જમ્મુ અને કાશ્મીરે દેખાડી દીધુ છે. આપણે વિકાસ પર સફળતાપૂર્વક આગળ વધીશું. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખુબ સુધરી છે.

આ હુમલાની તિવ્રતાને લઈને અનેક કારના કાચ ટૂટી ગયા હતાં. હાલમાં આ તમામ ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. જેમાં બે લોકોની હાલત અતિ ગંભીર છે. ભારતીય સુરક્ષાદળોએ આ આતંકવાદીઓને શોધી કાઢવા એક અભિયાન હાથ ધર્યું છે. ઘાયલ 6 લોકોમાં 2 મહિલાઓ પણ સામેલ છે. જેઓને શ્રીનગરની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે 4ની સારવાર બાંદીપોરામાં જ ચાલી રહી છે.

જમ્મુ-કશ્મીરમાં આતંકી સંગઠન તેઓના સફાયા માટે ચાલી રહેલા એન્ટી ટેરર ઓપરેશનને લઇને હલબલી ઉઠ્યાં છે. આતંકીઓએ થોડાંક દિવસો અગાઉ બિનકાશ્મીરીઓને પણ ટાર્ગેટ કર્યા હતાં. જેમાં યુપી-બિહારથી ત્યાં જઇને કામ કરનારા કેટલાંક મજૂરોનો જીવ પણ ચાલ્યો ગયો હતો. આ પહેલાં પુંછમાં હુમલો થયો હતો. જેમાં સેનાના 6 જવાન શહીદ થયા હતાં. પછી આ આતંકીઓને પુંછના જંગલોમાં ઘેરી લેવાયા હતાં. 25 ઓક્ટોબરના રોજ જિયા મુસ્તફા નામના આતંકીને ઠાર કરી દેવાયો હતો. સુરક્ષા દળ હાલમાં તે જંગલોમાં છુપાયેલા આતંકીઓની શોધખોળ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારના રોજ આજે 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. ત્રણ દિવસના પ્રવાસે જમ્મુ-કશ્મીર ગયેલા અમિત શાહે સોમવારની રાત CRPF કેમ્પમાં વિતાવી હતી. તેઓએ ગઈ કાલે જણાવ્યું હતું કે, “તેઓ અહીં કાશ્મીરના યુવાનો સાથે સીધી વાત કરવા આવ્યાં છે.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)