Face Of Nation, 28-10-2021: કર્ણાટકમાં આવેલ કોડાગુમાં કોરોનાએ વધાર્યું લોકોનું ટેન્શન. અહીયા એક શાળામાં 32 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે સ્કૂલ પ્રશાસનમાં હડકંપ મચી ઉઠ્યો છે. કોડાગુમાં આવેલ નવોદય વિદ્યાલયમાં આ બનાવ બન્યો છે. જેના કારણે લોકોમાં હવે અહીયા ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓની સાથે સાથે અહીયા એક શિક્ષકનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જે પણ વિદ્યાર્થીઓ પોઝિટીવ આવ્યા છે. તે મોટા ભાગે બધા 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ છે. શાળાના વિદ્યાર્થીઓને પણ 7 દિવસ સુધી આઈસોલેટ રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાથેજ પ્રશાસન દ્વારા પણ માતા પિતા પેનિક ન થાય તે કહેવામાં આવ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 હજાર કેસ નોંધાયા છે. સાથેજ 733 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જોકે સારી બબાત એ છે કે 17હજાર કરતા પણ વઘારે લોકો રિકવર પણ થયા છે. રિકવરી રેટ 98.20 ટકા સુધઘી પહોચ્યો છે. જે માર્ચ 2020 થી લઈ અત્યા સુધીમાં સૌથી વધારે છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા હાલ 1 લાખ 60 હજાર જેટલી છે. જે 243ના અંતરમાં સૌથી ઓછી છે. એક્ટિવ કેસ પણ હવે દિવસેને દિવસે ઘટી રહ્યા છે. ભારતમાં વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આજ કારણ છે કે કોરોના પર કાબૂ મેળવી શકાયો છે. કારણકે અત્યાર સુધીમાં કુલ 104 કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)