Home News દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 દિવસ બાદ કોરોનાના ફરીથી નોંધાયા આટલા હજારથી...

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4 દિવસ બાદ કોરોનાના ફરીથી નોંધાયા આટલા હજારથી વધુ કેસ

Face Of Nation, 16-09-2021:દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. ગુરુવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 30,570 નવા કેસ નોંધાયા છે અને 38,303 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 431 લોકોના મોત થયા હતા. બુધવારે 27,176 નવા કેસ નોંધાયા હતા અને 284 લોકોના મોત થયા હતા, જ્યારે 38,012 લોકો કોરોના મુક્ત થયા હતા. મંગળવારે 25,409 કેસ અને 339 લોકોના મોત થયા હતા.

જ્યારે 37,127 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. સોમવારે 27,254 નવા કેસ નોંધાયા હતા અને 219 લોકોના મોત થયા હતા. જ્યારે 37,687 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં રિકવરી રેટ 97થી વધારે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 17,681 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 208 લોકોના કોરોનાથી મોત થયા છે. આમ દેશમાં નોંધાયેલા કુલ કેસ પૈકી અડધાથી વધારે માત્ર કેરળમાં જ નોંધાયા છે.

કુલ કેસઃ 3 કરોડ 33 લાખ 47 હજાર 325

કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 25 લાખ 60 હજાર 474

કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 42 હજાર 923

કુલ મોતઃ 4 લાખ 43 હજાર 928

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)