Face of Nation 22-12-2021: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તેમની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ.
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં વિધાનસભાની કાર્યવાહી ચલાવવી યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદ અન્ય કોઈને સોંપવું જોઈએ અને તેનો આગ્રહ ન રાખવો જોઈએ.
ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે બિમારીના કારણે ઉદ્ધવ ઠાકરે ખુરશી છોડી શકે છે અને મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છે. તેમણે કહ્યું કે રશ્મિ ઠાકરે અથવા આદિત્ય ઠાકરે આગામી સીએમ બની શકે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં સર્વાઇકલ સ્પાઇન સર્જરી કરાવી હતી, જેના કારણે તેઓ હાલમાં ઘરેથી કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે લાંબા સમયથી ગરદનના દુખાવાથી પરેશાન હતા, જેના કારણે તેઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. 61 વર્ષીય ઉદ્ધવ ઠાકરેને 10 નવેમ્બરના રોજ ગરદનમાં દુખાવો થતાં અને 12 નવેમ્બરે સર્વાઇકલ સ્પાઇન સર્જરી થયા બાદ ડૉક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ચંદ્રકાન્ત પાટીલના દાવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું નિવેદન આવ્યું છે અને તેમણે ભાજપના નેતાના દાવાને ફગાવી દીધો છે. આ સાથે આદિત્યએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).