Home Sports ચોથી ટી20 : રાજકોટ ખઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે...

ચોથી ટી20 : રાજકોટ ખઢેરી સ્ટેડિયમમાં આવતીકાલે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામશે જંગ, મેચ પહેલાં બંનેની ટીમે નેટ પ્રેક્ટિસ કરી પરસેવો પાડ્યો!

Face Of Nation 16-06-2022 : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી 5 મેચની T-20 સિરીઝની ચોથી મેચ આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે રમાવાની છે, જેને લઇ બન્ને ટીમનું ગઈકાલે સાંજે રાજકોટમાં આગમન થયું હતું. આવતીકાલની મેચ ટર્નિંગ ગેમ હોવાના કારણે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. આજે શહેરમાં અસહ્ય બફારા વચ્ચે મેચ પહેલાં બન્ને ટીમો નેટ પ્રેક્ટિસ પણ કરવાની હતી. બપોરે 1 વાગ્યે આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી હતી, જ્યારે સાંજે 4 વાગ્યે ભારતની ટીમ નેટ પ્રેક્ટિસ કરવા પહોંચી હતી. તો બીજીતરફ હાલ ભારતની ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા, ઇશાન કિશન અને યૂઝવેન્દ્ર ચહલ પ્રેક્ટિસમાં હાજર ન રહ્યા હતા જયારે શ્રેયસ ઐયર, રિષભ પંત અને દિનેશ કાર્તિકે લોન્ગ શોટની મેદાન પર પ્રેક્ટિસ કરી હતી.
ભારતીય ટીમના ખેલાડીઓએ ટી પોસ્ટ પર ચાની ચુસ્કી લીધી
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ રાજકોટમાં ચાની ચુસ્કી લીધી હતી. શહેરના કાલાવડ રોડ પર ટી પોસ્ટ ખાતે ખેલાડીઓએ ચાની ચુસ્કી લીધી હતી. ટીમના કેપ્ટન રિષભ પંત, અક્ષર પટેલ, આવેશ ખાન, જયદેવ ઉનડકટ અને ઇશાન કિશને ચાની ચુસ્કી લગાવી હતી. રંગીલા રાજકોટની રાત્રિ રોનકની ખેલાડીઓએ મજા માણી હતી.
બપોરે 1 વાગ્યે દક્ષિણ આફ્રિકાની ટીમે નેટ પ્રેક્ટિસ કરી
ભારત-દ.આફ્રિકા ટીમ વચ્ચે યોજાનારી ચોથી T-20 મેચને લઇ ગઇકાલે બન્ને ટીમનું રાજકોટમાં આગમન થતાં રાજકોટ ક્રિકેટ મય બની ગયું છે. આજે દક્ષિણ આફ્રિકાની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી બપોરના 1 વાગ્યે જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે પહોંચી હતી અને ત્યાં નેટ પ્રેક્ટિસ કરી હતી. આ નેટ પ્રેક્ટિસ દરમિયાન દક્ષિણ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાઉમા, વિકેટકીપર ડિકોક, હેન્રિચ ક્લાસન સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જોકે આજે રબાડા અને મિલર પ્રેક્ટિસ કરવા માટે પહોંચ્યા નહોતા.
ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ સતત વરસાદ પડી રહ્યો હોવાથી ક્રિકેટરોની નેટ પ્રેક્ટિસ ઉપરાંત T-20 મેચ પર પણ વરસાદનું જોખમ ઝળૂંબી રહ્યું છે. હવામાન ખાતાએ પણ આગામી ત્રણ દિવસ મધ્યમ વરસાદની આગાહી કરી છે, તેથી હવે જો વરસાદનું વિઘ્ન નડે નહીં તો દર્શકોને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).