Face Of Nation, 04-09-2021: કોરોના હળવો થતા જ આંતરરાજ્ય મુસાફરી વધી રહી છે. જે રીતે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે જોતા કોરોના વિસ્ફોટ નજીક આવી રહ્યો તેવુ લાગી રહ્યું છે. આવામાં ગુજરાત માં મહારાષ્ટ્રથી આવી રહેલા પ્રવાસીઓ મોટું જોખમ લઈને આવી રહ્યાં છે. વડોદરામાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂણેથી વડોદરા આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એકને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.
એક તરફ વડોદરા માં મહારાષ્ટ્રથી થઈ રહેલા કોરોનાનો પગપેસારો અને બીજી તરફ વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટની આશંકાએ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. શહેરની 18 વર્ષિય યુવતીનુ કોરોનાથી મોત નિપજ્યુ છે. 77 દિવસ બાદ વડોદરામાં કોરોનાથી મૃત્યુ થયુ હોવાનું સામે આવ્યું છે. જોકે, પાલિકાએ સત્તાવાર મોતની જાહેરાત કરી નથી. ગઈ કાલે વડોદરામાં ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં ગોત્રી, તરસાલી અને છાણી વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)