Home Crime મુંબઈમાં નિર્ભયાકાંડ:રેપ બાદ 32 વર્ષીય મહિલાનું મોત: પ્રાઈવેટ પાર્ટમા સળિયો નાખી હેવાનિયત...

મુંબઈમાં નિર્ભયાકાંડ:રેપ બાદ 32 વર્ષીય મહિલાનું મોત: પ્રાઈવેટ પાર્ટમા સળિયો નાખી હેવાનિયત આચરી

Face Of Nation, 11-09-2021:  મુંબઈમાં દુષ્કર્મ ગુજાર્યા બાદ મારપીટનો શિકાર બનેલી એક મહિલાનું લગભગ 30 કલાક બાદ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર સળિયા વડે ગંભીર હુમલો કર્યો હતો. પીડિતાની સારવાર મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

CCTV ફૂટેજ અનુસાર આ ઘટના ગુરુવારે બપોરે 2.30થી બપોરે 3 વાગ્યાની વચ્ચે બની હતી. તેમાં નજરે આવી રહ્યુ છે કે દુષ્કર્મ પછી આરોપીએ મહિલાને સળિયાથી ગંભીર રીતે ઇજા પહોંચાડે છે. ત્યારબાદ તે તેને ગંભીર સ્થિતિમાં પીકઅપ વાનમાં ફેંકી દે છે અને ત્યાથી ફરાર થઈ જાય છે. જોકે અંધારી રાત હોવાથી ફૂટેજ બહુ સ્પષ્ટ નથી દેખાતી, પરંતુ આરોપીની કરતૂત સ્પષ્ટ પણે જાઈ શકાય છે. જોકે આ જ ફૂટેજના આધારે આરોપી મોહન ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે.

સાકીનાકા પોલીસ સ્ટેશનના સીપીઆઈ બળવંત જાધવે જણાવ્યું હતું કે, આરોપી ચૌહાણને સજા અપાવવામાં સીસીટીવી ફૂટેજ નિર્ણાયક પુરાવા સાબિત થશે. આરોપીને પકડ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પૂછપરછ કરવામાં આવી અને વીડિયો ફૂટેજ બતાવ્યા હતા અને આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીને મહિલા રસ્તા પર ચાલતી જોવા મળી હતી. બળાત્કાર બાદ તે મહિલાને મારી નાખવા માંગતો હતો, તેથી તેણે પ્રાઈવેટ પાર્ટ પર સળિયાથી હુમલો કર્યો હતો. પંદર મિનિટ પછી ત્યાંથી પસાર થતા કોઈએ મહિલાને લોહીલુહાણ જોઈ અને સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફોન કરીને આ અંગે જાણ કરી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)