Face of Nation 07-01-2022: દેશભરમાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. એમાંય ખાસ કરીને કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને સરકારની ચિંતામાં પણ વધાર્યો કર્યો છે. ત્યારે આ મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ફરી એકવાર લોકોને સાવચેત રહેવાની અને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપી છે. પીએમ મોદીએ કહ્યુંકે, દેશભરમાં એમિક્રોનના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. તેથી દરેકે સાવચેત રહેવાની જરૂર છે. આ લડાઈ હજુ લાંબી ચાલવાની છે. તેથી દરેકે વધુ મજબુતાઈથી આત્મવિશ્વાસ સાથે આ લડાઈ લડવાની છે.
પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રીય કેન્સર સંસ્થાનને સંબોધન. પીએમ મોદીએ કહ્યુંકે, દેશભરમાં 150 કરોડથી વધારે કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 90 ટકા લોકોએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે અને બીજો ડોઝ આપવાની તૈયારી છે. લોકોને કોરોનાથી બચાવવા દેશમાં રેકોર્ડબ્રેક રસીકરણ થયું છે. બાળકોને પણ કોરોનાની રસી આપીને વાયરસ સામે રક્ષા આપવાના ભરપુર પ્રયાસ થઈ રહ્યાં છે.
વધુમાં પીએમ મોદીએ જણાવ્યુંકે, દેશમાં છેલ્લાં 5 દિવસમાં દોઢ કરોડથી વધારે બાળકોને કોરોનાની રસી આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની રસી અને જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી મોદી કોલકત્તામાં કેન્સર ઈન્સ્ટિટ્યુટનું ઉદઘાટન કર્યું તે સમયે તેમણે પોતાના સંબોધનમાં આ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ એવું પણ જણાવ્યુંકે, લોકોને કોરોનાથી બચાવવા દેશમાં રેકોર્ડબ્રેક રસીકરણ થયું છે. જોકે, આ લડાઈ લાંબી ચાલશે તેથી તેની સામે મજબૂતાઈથી લડવું પડશે.
ઉલ્લેખનીય છેકે, હાલમાં જ ગુજરાત સરકારે કોરોનાના કેસોની સંખ્યા અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને વાઈબ્રન્ટ ગુજરાત સમિટને હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવો પડ્યો છે. એટલુુું જ નહીં ગુજરાત સરકારે અહીં યોજાનાર કાઈટ ફેસ્ટિવલ અને ફ્લાવર શો નું આયોજન પણ રદ કરવાનો નિર્ણય લીધો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).