Home Uncategorized PM Modi એ કરી મોટી જાહેરાત, આ તારીખથી થશે બૂસ્ટર ડોઝની શરૂઆત

PM Modi એ કરી મોટી જાહેરાત, આ તારીખથી થશે બૂસ્ટર ડોઝની શરૂઆત

Face of Nation 25-12-2021:  પીએમ મોદી દેશને સંબોધન કરી રહ્યા છે, આ પહેલા PMO એ રાષ્ટ્રને વડાપ્રધાનના સંબોધનની જાણકારી આપી હતી. રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ સમય સાવધાન થવાનો પણ છે.

પીએમ મોદીએ કહ્યું કે આજે સમગ્ર વિશ્વમાં ઓમાઈક્રોનું સંક્રમણ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે આ સમયે ગભરાશો નહીં. સાવચેત રહો, સાવધાન રહો. માસ્કનો ઉપયોગ કરો અને અમે સમયાંતરે હાથ ધોવાનું ભૂલશો નહી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને સતત વધતા જતા કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સમીક્ષા બેઠક કરી. અધિકારીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ સ્વાસ્થ્ય વિશેષજ્ઞો અને અધિકારીઓ સાથે દેશમાં વૈશ્વિક મહામારીની તાજા સ્થિતિ પર સમીક્ષા કરી હતી અને ભાવી પગલાં વિશે ચર્ચા કરી હતી. પીએમએ બેઠકમાં કહ્યું કે ‘ કોરોનાના નવા સ્વરૂપ ઓમિક્રોનને જોતાં આપણે સતર્ક અને સાવધાન રહેવું છે.’

પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સારવારની પૂરતી વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે 1 લાખ 40 હજાર ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતની વયસ્ક જનતામાંથી 61 ટકાને રસીના બંને ડોઝ મળ્યા છે. તો બીજી તરફ આ વય જૂથના 90 ટકા લોકોને રસીનો એક ડોઝ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે નિયમોનું પાલન કરવાથી જ આપણને આ સમસ્યામાંથી બચાવી શકાય છે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દૂરના ગામડાઓમાંથી 100 ટકા સમાચાર આવે છે ત્યારે મને ગર્વ થાય છે.

પીએમ મોદીએ કહ્યું કે દેશ રસી પર એક્શન મોડમાં છે. દેશમાં 141 કરોડ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. સ્વાસ્થ્યકર્મીઓએ ખૂબ જ સરસ કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ઓમિક્રોનની ચર્ચા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ભારતના વૈજ્ઞાનિકો તેના પર ચાંપતી નજર રાખીને કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, ‘જે બાળકોની ઉંમર 15 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, હવે તેમના માટે દેશમાં રસીકરણ શરૂ થશે. 2022માં 3જી જાન્યુઆરીએ સોમવારથી શરૂ થશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ’60 વર્ષથી વધુ ઉંમરના કો-રોબિડિટીઝવાળા નાગરિકોને, તેમના ડૉક્ટરની સલાહ પર તેમને વેક્સીનની Precaution Dose  નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

તેમણે કહ્યું કે, ‘આપણા બધાનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે, તેમનો આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો છે. આજે પણ તેઓ પોતાનો ઘણો સમય કોરોના દર્દીઓની સેવામાં વિતાવે છે. એટલા માટે Precaution ની દ્રષ્ટિએ સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સને Precaution Dose ની શરૂઆત કરવામાં આવશે. તેની શરૂઆત 2022 માં 10 જાન્યુઆરી સોમવારના રોજ શરૂ થશે.

પીએમ મોદીએ કહ્યું, ‘આજે ભારતની વયસ્ક જનસંખ્યામાંથી 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ જ પ્રકારે કુલવસ્તીમાં 90 ટકા લોકોને વેક્સીનનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી આપણા નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધો છે. કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડવાનો અત્યાર સુધીનો અનુભવ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન કરવું એ કોરોના સામે લડવાનો શ્રેષ્ઠ માર્ગ છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).