Face Of Nation, 02-10-2021: શાકભાજીના ભાવને ભારે વરસાદના કારણે મોટા પ્રમાણમાં નુક્સાન થયું છે. જેના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે અને મધ્યમવર્ગની જનતાને વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. શાકભાજીના ભાવમાં 10થી 15થી ટકાનો ભાવ વધારો થયો છે.
છેલ્લા કેટલાંય દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકશાન પહોચ્યુ છે. ખાસ કરીને શાકભાજીના પાકને વરસાદી પાણીથી નુકશાન થયું છે. આ ઉપરાંત કચ્છ, દક્ષિણ ગુજરાત સહિતના અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીથી રસ્તા ધોવાયા છે આ કારણોસર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેની અસર થઇ છે. શાકભાજીનો જથ્થો આવતો અટક્યો છે. અમદાવાદમાં એપીએમસી માર્કેટમાં શાકભાજી લઇને આવતી ટ્રકોની સંખ્યા ઘટી છે. આ તરફ શાકભાજીની આવક ઘટી છે. જયારે બીજ તરફ શાકભાજીની માંગ યથાવત છે પરિણામે ભાવ વધારો થયો છે. જોકે, વેપારીઓનુ માનવુ છે કે, શાકભાજીની આવક વધતા ફરી ભાવમા ઘટાડો નોંધાશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)