Face of Nation 30-12-2021: ઓમિક્રોનના ખૌફ વચ્ચે દેશમાં કોરોનાના નવા કેસમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો છે જે ચિંતાની વાત છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 13,154 નવા કેસ નોંધાયા છે. જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસનો આંકડો 961 પર પહોંચ્યો છે. દેશમાં ગઈ કાલની સરખામણીએ નવા કેસમાં 43 ટકાનો ઉછાળો નોંધાયો છે. ગઈ કાલે 9 હજાર જેટલા કેસ નોંધાયા હતા.
સ્વાસ્થ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 13,154 દર્દીઓ નોંધાયા છે. જ્યારે સંક્રમણથી 24 કલાકમાં 268 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 4,80,860 દર્દીઓ કોરોનાથી જીવ ગુમાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે હવે ઓમિક્રોનને લઈને ચિંતા વધી ગઈ છે.
India reports 13,154 new COVID19 cases in the last 24 hours; Omicron case tally rises to 961 with 263 cases in Delhi and 252 in Maharashtra pic.twitter.com/LEea2AP2UO
— ANI (@ANI) December 30, 2021
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કેસ વધીને 961 થઈ ગયા છે. આ કેસ 22 રાજ્યોમાં રિપોર્ટ થયેલા છે. જ્યારે 320 દર્દીઓ સાજા થઈ ગયા છે. ઓમિક્રોનના સૌથી વધુ કેસ દિલ્હીમાં 263 અને મહારાષ્ટ્રમાં 252 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાત ઓમિક્રોન મામલે ત્રીજા નંબરે છે જ્યાં 97 દર્દીઓ નોંધાયા છે. રાજસ્થાનમાં 69, કેરળમાં 65, તેલંગણામાં 62, તમિલનાડુમાં 45, કર્ણાટકમાં 34, આંધ્ર પ્રદેશમાં 16, હરિયાણામાં 12, પશ્ચિમ બંગાળમાં 11, મધ્ય પ્રદેશમાં 9, ઓડિશામાં 9, ઉત્તરાખંડમાં 4, ચંડીગઢમાં 3, ઉત્તર પ્રદેશમાં 2, ગોવા, હિમાચલ પ્રદેશ લદાખ મણિપુર પંજાબમાં એક એક કેસ નોંધાયા છે.
રસીકરણની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 63,91,282 લોકોને રસીના ડોઝ અપાયા છે. કુલ રસીકરણનો આંકડો 1,43,83,22,742 પર પહોંચી ગયો છે. દેશમાં હાલ 82,402 દર્દીઓ સારવાર હેઠળ છે. કોરોનાથી રિકવરી રેટ 98.38% છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).