Face Of Nation, 26-08-2021: દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ગત બે દિવસોમાં નવા સંક્રમિતોની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. તેને લઇને ગુરૂવારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં જાણકારી આપતાં સ્વાસ્થ્ય સચિવ રાજીવ ભૂષણે કહ્યું કે ‘દેશમાં અત્યારે કોરોનાની બીજી લહેર યથાવત છે. આગામી મહિનામાં તહેવારોને જોતાં તમામને સાવધાની રાખવી પડશે.
રાજીવ ભૂષણે કહ્યું કે દેશમાં ગત 24 કલાકમાં 46,000 નવા કેસ સામે આવ્યા છે. તેમાંથી 58 ટકા કેસ કેરલથી સામે આવ્યા. બાકી રાજ્યોમાંથી અત્યારે પણ ઘટાડાનો ટ્રેંડ જોવા મળી રહ્યો છે.
તેમણે કહ્યું કેરલા માં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી 1 લાખ સક્રિય કેસ છે. કેરલનું યોગદાન 51%, મહારાષ્ટ્ર 16% અને બાકી ત્રણ રાજ્યોનું યોગદાન દેશના 4-5 % કેસ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ગત 24 કલાકમાં દેશમાં વેક્સીનના 80 ટકા ડોઝ આપવામાં આવ્યા. જેમકે અમે કહીએ છીએ કે આજ સુધી 47 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. અમે અત્યાર સુધી 46.69 કરોડ લોકોને દેશભરમાં કોવિડ વેક્સીનનો પ્રથમ ડોઝ આપ્યો છે તેમાંથી 13.70 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે અને તેની ઉપલબ્ધતા વધારવા માટે પ્રતિબદ્ધ છે. 21 જૂન, 2021ના રોજ નવા રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઈ હતી. રસીકરણ અભિયાન અને રસીની ઉપલબ્ધતા સાથે, રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ ઉપલબ્ધતાની અગ્રિમ જાણકારી આપીને ઝડપી કરવામાં આવી જેથી રસી અંગે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ ઉત્તમ યોજના બનાવી શકે અને રસીની સપ્લાઈ ચેઈન સુવ્યવસ્થિત કરી શકાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)