Face Of Nation, 18-10-2021: ખેડૂતોએ આજે દેશવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી છે. જે હેઠળ સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ઠેરઠેર ટ્રેનો રોકવાની જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે સમગ્ર દેશમાં આ બંધ રહેશે અને આ દરમિયાન કોઈ પણ પ્રકારની હિંસા કે તોડફોડન કરવાની સૂચના પહેલેથી આપી દેવાઈ છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું કે બંધ દરમિયાન જરૂરી અને ઈમરજન્સી સેવાઓમાં કોઈ પણ પ્રકારે ખલેલ પાડવામાં નહીં આવે.
ખેડૂતોએ જ્યારે ગત વખતે ભારત બંધ બોલાવ્યું હતું ત્યારે પંજાબ, હરિયાણા, બિહાર સહિત અનેક જગ્યાએ ટ્રેનો રોકવામાં આવી હતી અને હાઈવે જામ કરાયા હતા. હાઈવે જામ થવાના કારણે દિલ્હી નોઈડા ગુરુગ્રામ સહિત અનેક જગ્યાઓ પર ભારે ટ્રાફિક જામની સમસ્યા આવી હતી. રેલવેએ પણ એક ડઝનથી વધુ ટ્રેનો રદ કરવી પડી હતી.
ખેડૂતોએ લખીમપુર ખીરીમાં અનેક લોકોને કચડી નાખીને મોતને ઘાટ ઉતારવાની ઘટના અને તે મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના રાજીનામાની માગણી કરતા આ રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત કરી છે. લખીમપુર ખીરી હિંસામાં ચાર ખેડૂતો સહિત કુલ આઠ લોકોના મોત થયા હતા. એસકેએમએ આરોપ લગાવ્યો હતો કે આશીષ મિશ્રાએ એક ખેડૂતને ગોળી મારી જ્યારે બીજાને તેના વાહનથી કચડી નાખ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)