Home Sports ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનો ઘબડકો, 78 રનમાં ટીમ ઓલઆઉટ

ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતનો ઘબડકો, 78 રનમાં ટીમ ઓલઆઉટ

Face Of Nation, 25-08-2021: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હેન્ડીગલે ખાતે રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર કર્યો નથી. લોર્ડ્સ ટેસ્ટ જીતનાર ટીમ લીડ્સ ટેસ્ટનો ભાગ છે. રવિચંદ્રન અશ્વિન ફરી એક વખત બેન્ચ પર બેઠા છે. ભારતે પ્રથમ ઈનિંગમાં 78 રન કરીને ઓલાઉટ થઈ હતી.

રોહિત શર્મા 67 રન કરીને આઉટ થયો અને ત્યાર બાદ ભારતની સતત બે વિકેટો પડી હતી રવિન્દ્ર જાડેજા અને બુમરાહ પણ આઉટ થયા અને ભારતીય ટીમની 67 રનના સ્કોર પર 9 વિકેટ પડી ગઈ હતી. લંચ બ્રેક પૂર્ણ થતા બીજા શેશનની શરૂઆતમાં જ રિષભ પંત માત્ર 2 રન કરીને આઉટ થયો હતો. લંચ બ્રેક પહેલા ભારતીય ટીમ ચોથી વિકેટ ગુમાવી છે, ભારતની ચોથી વિકેટ રહાણેની પડી તે માત્ર 18 રન કરીને આઉટ થયો હતો.

એન્ડરસનની સતત ત્રીજી વિકેટથી ભારતની સ્થિતિ કથળી છે, વિરાટ કોહલી પણ માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. ત્યાર બાદ તરત જ ભારતને બીજો ઝટકો ચેતેશ્વર પૂજારાના રૂપમાં લાગ્યો હતો પૂજારા પણ માત્ર 1 રન કરીને આઉટ થયો હતો. ભારતને મેચ શરૂ થતાની સાથે પ્રથમ ઓવરમાં જ કે એલ રાહુલ કે.એલ રાહુલ  શૂન્ય રન કરી એન્ડરસનનો શિકાર બન્યો હતો.

ત્રીજી ટેસ્ટમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો ભારતીય ટીમે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ બદલાવ કર્યો નથી. ઈંગ્લેન્ડની ટીમે પ્લેઈંગ ઈલેવનમાં બે બદલાવ કર્યા. મહત્વનું છે કે, હેન્ડિગ્લેના મેદાન પર ટીમ ઇન્ડિયા છેલ્લા 51 વર્ષમાં હારી નથી. ભારતને છેલ્લી વખત 1967માં આ મેદાન પર હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઇન્ડિયાએ છેલ્લી ટેસ્ટ 2002માં હેડિંગ્લે ખાતે રમી હતી. અને સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં ભારતે એક ઇનિંગ્સ અને 46 રનથી પરાજય આપ્યો હતો. 2002 પહેલા, 1986 માં પણ ભારતે આ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચ જીતી હતી. જ્યારે 1979 માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)