Home Sports ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કરી સૌથી મોટી જીત

ભારતે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું, ટેસ્ટ ક્રિકેટમાં હાંસલ કરી સૌથી મોટી જીત

Face of Nation 06-12-2021: ભારતે 1-0થી આ ટેસ્ટ સીરિઝ જીતી લીધી છે. ભારતે ન્યૂઝીલેન્ડની ટીમની 372 રને હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. ભારતે 540 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેની સામે ન્યૂઝીલેન્ડની ટીમ માત્ર 167 રનોમાં જ સમેટાઈ ગઈ. ચોથા દિવસમાં પહેલાં જ સેશનમાં ભારતે આ શાનદાર જીત મેળવી લીધી છે. મુંબઈ ટેસ્ટમાં જયંત યાદવ અને રવિચંદ્રન અશ્વિને 4-4 વિકેટ ઝડપી હતી. આ સાથે જ 2 ટેસ્ટ મેચની શ્રેણી ભારતે 1-0થી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાને મેચ અને સિરીઝ પર કબજો કરવા માટે સોમવારે માત્ર 4 વિકેટની જરૂર હતી, જે તેણે સરળતાથી હાંસલ કરી લીધી. ભારતે કીવી ટીમને 372 રને હરાવ્યું. રનના મામલામાં ભારતીય ક્રિકેટ ટીમની આ સૌથી મોટી જીત છે.

રનના મામલે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ટેસ્ટ જીત-
372 રન વિ ન્યુઝીલેન્ડ (2021)
337 રન વિ દક્ષિણ આફ્રિકા (2015)
321 રન વિ ન્યુઝીલેન્ડ (2016)
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 320 રન (2008) (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)