Face Of Nation 22-07-2022 : ઈંગ્લેન્ડ સામે વન ડે સીરિઝ જીત્યા બાદ હવે ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરિઝ રમશે. પ્રથમ મેચ આજે પોર્ટ ઓફ સ્પેનના ક્વીંસ પાર્ક ઓવલમાં રમાશે. બીજી તરફ વેસ્ટ ઈન્ડિઝને તાજેતરમાં જ ઘરઆંગણે બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આવામાં ભારતીય યુવા ટીમનું પલ્લું ભારે લાગી રહ્યું છે. બન્ને ટીમોએ અત્યાર સુધીમાં 136 મેચ જીતી છે. ભારતને 67 મેચમાં જીત મળી છે જ્યારે 63 મેચમાં હાર. બે મેચ ટાઈ રહી છે. 4 મેચનું કોઈ પરિણામ આવ્યું નથી.
વેસ્ટ ઈન્ડિઝમાં 16 વર્ષથી ભારત હાર્યું નથી
વેસ્ટ ઈન્ડિઝને ભારતને છેલ્લે 2006માં વન ડે સીરિઝમાં હરાવ્યું હતું. આ પછી ભારતે ચારવાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કર્યો છે અને દરેક વખતે જીત મેળવી છે. બન્ને ટીમો વચ્ચે કુલ નવ વન ડે સીરિઝ રમાઈ છે, જેમાંથી બારતને પાંચમાં જીત મળી છે. તો બીજીતરફ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વન ડે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગ્યે શરૂ થશે તેનું લાઈવ પ્રસારણ સોની કે સ્ટારની ચેનલ પર નહીં. પરંતુ ડીડી સ્પોર્ટ્સ પર થશે. જ્યારે મેચની લાઈવ સ્ટ્રીમિંગ ફેકોડ નામની એપ પર થશે.
પિચ પર બોલ બાઉન્સ થવાની સાથે ટર્ન પર કરશે
પિચ રિપોર્ટની વાત કરી એ તો ક્વીંસ પાર્ક ઓવલ પર બોલરોને વધારે મદદ મળી શકે છે. પિચ પર બોલ બાઉન્સ થવાની સાથે ટર્ન પર કરશે. આવામાં બેટ્સમેને સંઘર્ષ કરવો પડી શકે છે. રમત જેમ આગળ વધશે તેમ પિચ બેટ્સમેન માટે સરળ બનતી જશે. શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝનું વાતાવરણ સારું રહેશે. વરસાદની સંભાવના નથી. તાપમાન 25થી 31 ડીગ્રીની આસપાસ રહેશે.
દિગ્ગજ બેટસમેનોને આરામ આપ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, રિષભ પંત અને જસપ્રીત બુમરાહ નહીં રમે. શિખર ધવન ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે. પ્રથમ વન ડેમાં શિખર ધવન અને શુભમન ગિલ ઓપનિંગ કરશે. નબંર ત્રણ પર શ્રેયસ અય્યર આવશે. નંબર ચાર પર સૂર્યકુમાર યાદવ અને પાંચ પર દીપક હુડ્ડા આવશે. નંબર છ પર સંજુ સેમસન રમી શકે છે.
ભારતની સંભવિત પ્લેઈંગ-11 : શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન (વિકેટ કીપર), દીપક હુડ્ડા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા.
વેસ્ટ ઈન્ડિઝની સંભવિત પ્લેઈંગ-11 : શાઈ હોપ (વિકેટ કીપર)સ બ્રેન્ડન કિંગ, શમર બ્રુક્સ, કીસી કોર્ટી, નકોલસ પુરન (કેપ્ટન), રોમેન પોલેવ, જેસન હોલ્ડર, રોમારિયા શેફર્ડ, કીમો પોલ, અકીલ હુસેન અને અલ્ઝારી જોસેફ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).