Face of Nation 02-01-2022: ગયા વર્ષ 2020ની જેમ સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોને પણ ઘણા રાજ્યોમાં પોતાનો પગપેસારો કરી લીધો છે. એવામાં ઓમિક્રોન અને ભારતને લઇને ચિંતાજનક સમાચાર આવ્યા છે. જોકે કોરોનાને લઇને પહેલાં પણ ભારતને એલર્ટ કરી ચૂકેલા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા જજ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર પોલ કટ્ટુમને કહ્યું છે કે ભારતનું એક પણ રાજ્ય અને ખૂણો આ ઓમિક્રોનની લહેરથી બચશે નહી.
કેમ્બ્રિજ યુનિવર્સિટી અને યુકેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસર્ચ દ્વારા વિકસિત ઇન્ડિયા કોવિડ-19 ટ્રેકરનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે નવા કેસોમાં વધારો થવાનો દર 15 રાજ્યોમાં ચિંતાનો વિષય છે.
આ રિપોર્ટ દર્શાવે છે કે 29 ડિસેમ્બર સુધી બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગોવા, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, ત્રિપુરા, ઉત્તર પ્રદેશમાં કોરોના પોઝિટીવીટી રેટ 1.2 ટકાને વટાવી ગયો છે. પોલ કટ્ટુમન અને તેમની રીસર્ચ ટીમ સમગ્ર ભારતમાં સંક્રમણની ગતિ પર નજર રાખી રહી છે. કટ્ટુમન કહે છે કે 25 ડિસેમ્બર પહેલા ગ્રોથ રિપોર્ટ નેગેટિવ હતો, પરંતુ 29 ડિસેમ્બર સુધીમાં તે ઘણો પહોંચી ગયો છે.
ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રોફેસર પોલ કટ્ટુમને કહ્યું કે ડેટા પેટર્ન દર્શાવે છે કે ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ ગ્રાફ દ્વારા, પ્રોફેસર કટ્ટુમન અને તેમની ટીમે બ્રિટનના કેસોને જોતા સરખામણી પણ કરી છે. પ્રોફેસરે એ પણ જણાવ્યું છે કે કેવી રીતે બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનની સરકારે રોગચાળાના ખતરાને પહોંચી વળવા માટે પહેલા કરતા વધુ તત્પરતા બતાવી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).