Home World ‘લંકા’ને બચાવવા માટે ફરી આગળ આવ્યું ભારત, ઓઈલ ખરીદવા માટે ભારત આપશે...

‘લંકા’ને બચાવવા માટે ફરી આગળ આવ્યું ભારત, ઓઈલ ખરીદવા માટે ભારત આપશે 3800 કરોડ રૂ., ચીન લોનના હપ્તા હળવા કરવા પણ નથી તૈયાર!

Face Of Nation 21-04-2022 : શ્રીલંકામાં રાજપક્ષે સરકાર વિરુદ્ધ બુધવારે રાજધાની કોલંબો સહિત અનેક શહેરોમાં દેખાવો ચાલુ રહ્યા હતા. હિંસાગ્રસ્ત રામબુકનામાં કર્ફ્યૂ ચાલુ છે. આ દરમિયાન ભારતે ફરી એકવાર શ્રીલંકાને મદદનો હાથ લંબાવ્યો છે. ભારતે શ્રીલંકાને ઓઈલ ખરીદી માટે 3800 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. શ્રીલંકાના વિદેશમંત્રી જીએલ પિયર્સે કહ્યું હતું કે અમારી તરફથી મદદની વિનંતી પર ભારતે આર્થિક મદદની જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે વિશ્વ બેંકે શ્રીલંકાને મદદની ખાતરી પણ આપી છે, પરંતુ એમાં 6 મહિનાનો સમય લાગી શકે છે. આ દરમિયાન ચીનના 27 હજાર કરોડ રૂપિયાનાં દેવાં હેઠળ દટાયેલા શ્રીલંકાને લોનના હપતા હળવા કરવાની વિનંતીને ચીને ફગાવી દીધી છે.
ગોતાબાયા રાજીનામું આપવા તૈયાર છે
શ્રીલંકાના વિપક્ષના નેતા સજિત પ્રેમદાસાએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષે પદ છોડવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ ગોતબાયા કહે છે કે જો તમામ પક્ષો તેમને અપીલ કરશે તો તેઓ પોતાનું પદ છોડી દેશે.
ભારત સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે
શ્રીલંકાના માહિતી નિર્દેશક અને રાષ્ટ્રપતિના સત્તાવાર પ્રવક્તા મિલિંદ રાજપક્ષેએ ભાસ્કર સાથે વાત કરતાં કહ્યું હતું કે, મને લાગે છે કે ભારત સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે. ભારત લાંબા સમયથી શ્રીલંકામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. શ્રીલંકામાં 30 વર્ષ લાંબા હિંસક યુદ્ધને સમાપ્ત કરવામાં પણ ભારત મહત્ત્વની ભૂમિકા રહ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).