Home Sports દક્ષિણ આફ્રિકા સામે સતત 7 હાર પછી જીત્યું ભારત; ભારતે 48...

દક્ષિણ આફ્રિકા સામે સતત 7 હાર પછી જીત્યું ભારત; ભારતે 48 રનથી મેચ જીતી, હર્ષલ પટેલે ચાર વિકેટ લીધી; ઈશાન અને ઋતુરાજની વિસ્ફોટક બેટિંગ!

Face Of Nation 14-06-2022 : ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી T20 મેચ 48 રને જીતી લીધી છે. ક્રિકેટના ત્રણેય ફોર્મેટને જોડીને દક્ષિણ આફ્રિકા સામે સતત 7મી હાર બાદ ભારતની આ મહત્ત્વપૂર્ણ જીત છે. તો બીજીતરફ વિશાખાપટ્ટનમમાં રમાયેલી ત્રીજી T20 મેચમાં ભારતે ટોસ હારીને પહેલાં બેટિંગ કરતા 5 વિકેટે 179 રન કર્યા હતા. ઋતુરાજ ગાયકવાડે સૌથી વધુ 57 રન કર્યા હતા. જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 19.1 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. હર્ષલ પટેલે 4 વિકેટ અને ચહલે ત્રણ વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકાની ખરાબ શરૂઆત
દક્ષિણ આફ્રિકાના કેપ્ટન અને ઓપનર બઉમા આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 8 રન કરીને આઉટ થયો હતો. તેની વિકેટ અક્ષર પટેલે લીધી હતી. તે જ સમયે, તેનો પાર્ટનર ડ્વેન પ્રિટોરિયસ 20 બોલમાં 23 રન કરીને આઉટ થયો હતો. બંને ઓપનરોના આઉટ થયા બાદ રેસી વાન ડેરડુસેન પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 1 રન ફટકારીને આઉટ થઈ ગયો હતો. બીજી બાજુ ભારત માટે યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. તો બીજીતરફ ત્રીજી મેચમાં ફરી એકવાર ઉમરાન મલિકને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. ટીમ ઈન્ડિયાને પહેલી બે મેચમાં મળેલી કારમી હાર પછી અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમને આજની મેચમાં તક મળી શકે છે, પરંતુ ટીમ મેનેજમેન્ટે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.
કેપ્ટન પંતનું ખરાબ ફોર્મ યથાવત
ભારતીય ટીમના કેપ્ટન રિષભ પંતનો ફ્લોપ શો ત્રીજી T20માં પણ ચાલુ રહ્યો છે. 8 બોલમાં તેણે માત્ર 6 રન જ કર્યા હતા. છેલ્લી મેચમાં પણ પંત બેટિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને તે માત્ર 6 રન કરીને આઉટ થઈ ગયો હતો. તે જ સમયે, પ્રથમ મેચમાં પંત 29 રન કરી શક્યો હતો.
ઈશાનદાર કિશનની ફિફ્ટી
આ સીરીઝમાં ભારતીય ટીમનો ઓપનર ઈશાન કિશન શાનદાર ફોર્મમાં જોવા મળ્યો છે. ત્રીજી ટી-20માં કિશને ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરતા 35 બોલમાં 54 રન કર્યા હતા. તેણે આ દરમિયાન 5 ચોગ્ગા અને 2 સિક્સર ફટકાર્યા હતા. આ ખેલાડીનો સ્ટ્રાઈક રેટ 154.28નો રહ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).