Face Of Nation 10-07-2022 : ભારતે ઇંગ્લેન્ડને ત્રણ T-20 ઈન્ટરનેશનલ મેચની સિરીઝની બીજી મેચમાં બર્મિંગહામમાં પરાજય આપી સિરીઝ ઉપર કબ્જો કરી લીધો છે. ભારતે પ્રથમ બેટિંગ કરી ઈગ્લેન્ડને 171 રનનો જીતનો લક્ષ્યાંક આપ્યો હતો, જોકે ઈગ્લેન્ડની ટીમ ફક્ત 121 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભુવનેશ્વર-3, બુમરાહ-ચહલે બે-બે વિકેટ ઝડપી
ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3 જ્યારે જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. ઈગ્લેન્ડ તરફથી ડેવિડ વિલિએ 22 બોલમાં 33 રન કરી નોટ આઉટ રહ્યો હતો. જ્યારે મોઈન અલી 21 બોલમાં 35 રન કરી હાર્દિક પટેલની બોલિંગમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. આ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ત્રણેય ફોર્મેટમાં ભારતની સતત 19મી જીત છે. T-20 ક્રિકેટમાં આ તેમની કેપ્ટનશીપ હેઠળ 14મી જીત છે. જે એક વિશ્વ વિક્રમ છે. આ અગાઉ ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધુ રનબનાવ્યા હતા. તેણે 29 બોલમાં 46 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 4 વિકેટ ઝડપી હતી. આ સાથે જપોતાની પ્રથમ મેચ રમી રહેલા રિચર્ડ ગ્લેસને ત્રણ વિકેટ પોતાના નામે કરી હતી.
ત્રિપુટી 8 મહિના પછી એકસાથે જોવા મળ્યા
જો ટીમ ઈન્ડિયાના ત્રણ મહાન ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ પ્લેઈંગ-11માં જોડાય હતા તો લગભગ 8 મહિના પછી આ ત્રણેય એકસાથે ટી-20 મેચ રમતા જોવા મળ્યા છે. આ અગાઉ 8 નવેમ્બર 2021ના રોજ વર્લ્ડ કપ 2021માં ભારત અને નામીબિયા વચ્ચે રમાયેલી મેચમાં ત્રણેય ખેલાડીઓ એકસાથે ઉતર્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).